હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
8મા પગાર પંચમાં કેન્દ્રીય કર્મચારીઓની લોટરી લાગશે: 5 સભ્યોના પરિવારના આધારે પગાર નક્કી કરવા માંગ, બેઝિક પેમાં 108% સુધીના બમ્પર વધારાની શક્યતા
કર્મચારી સંગઠનોએ 2.66 ફિટમેન્ટ ફેક્ટર અને વડીલો સહિત 5 સભ્યોના કુટુંબ એકમને ગણતરીમાં લેવા પ્રસ્તાવ મૂક્યો; લેવલ 1 ના કર્મચારીઓનો મૂળ પગાર ₹18,000થી વધીને ₹48,000 થવાનો અંદાજ.

નવી દિલ્હી તા.28: કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે 8મા પગાર પંચ (8th Pay Commission)ને લઈને અત્યંત ઉત્સાહવર્ધક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ રજૂ કરીને માંગ કરી છે કે લઘુત્તમ પગારની ગણતરી કરતી વખતે આશ્રિતોની સંખ્યા 3ને બદલે 5 સભ્યો ગણવામાં આવે. વર્તમાન સમયમાં મોટાભાગના કર્મચારીઓ પર પોતાના પતિ-પત્ની અને બાળકો ઉપરાંત વૃદ્ધ માતા-પિતાની જવાબદારી પણ હોય છે. આ વધતી મોંઘવારીમાં પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બનતું હોવાથી પગારનું આખું માળખું નવેસરથી ગોઠવવાની રજૂઆત કરાઈ છે.
રાષ્ટ્રીય પરિષદ-JCM, AIDEF, AINPSEF અને FNPO જેવા દેશના અગ્રણી કર્મચારી સંગઠનોના જણાવ્યા મુજબ, ભારતમાં સરેરાશ કુટુંબમાં 4.6થી 4.8 સભ્યો હોય છે. જો સરકાર સંગઠનોની આ વ્યાજબી માંગણી સ્વીકારી લે અને 2.66નું ફિટમેન્ટ ફેક્ટર લાગુ કરે, તો કેન્દ્રીય કર્મચારીઓના મૂળ પગાર (Basic Pay)માં આશરે 108% સુધીનો જંગી વધારો થઈ શકે છે. આ ફેરફારથી નીચલા સ્તરના કર્મચારીઓના આર્થિક સ્તરમાં ખૂબ મોટો સુધારો જોવા મળશે.
પ્રસ્તાવિત 2.66 ફિટમેન્ટ ફેક્ટરના આધારે જો નવી ગણતરી કરવામાં આવે તો લેવલ 1થી લેવલ 5 સુધીના કર્મચારીઓના પગારમાં નીચે મુજબનો મોટો ઉછાળો આવી શકે છે:
• લેવલ 1: વર્તમાન બેઝિક પગાર ₹18,000થી વધીને સીધો ₹47,880 (આશરે ₹48,000) થઈ શકે છે, એટલે કે એકસાથે ₹30,000નો તગડો વધારો.
• લેવલ 2: હાલનો ₹19,900નો બેઝિક પગાર વધીને આશરે ₹52,934 (₹53,000) પર પહોંચવાની ધારણા છે.
• લેવલ 3: મૂળ પગાર ₹21,700થી વધીને આશરે ₹57,722 (₹58,000) થઈ શકે છે.
• લેવલ 4: વર્તમાન ₹25,500નો બેઝિક વધીને આશરે ₹67,830 (₹68,000) થવાની શક્યતા છે.
• લેવલ 5: મૂળ પગાર ₹29,200થી વધીને ₹77,672 (આશરે ₹78,000)ના સ્તરે પહોંચી શકે છે.
જોકે, આ તમામ આંકડા કર્મચારી મંડળો દ્વારા મૂકવામાં આવેલી માંગણીઓ અને ફિટમેન્ટ ફેક્ટરના અંદાજ પર આધારિત છે. તેમ છતાં, 8મા પગાર પંચની આ ભલામણો લાગુ થતાં જ લાખો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના હાથમાં આવતા (In-Hand) પગારમાં ઐતિહાસિક ઉછાળો આવશે તે નક્કી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
