હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદનો ભડકો: મનસે નેતા અમિત ઠાકરેની કેબ અને ઓટો ચાલકોને ખુલ્લી ધમકી, કહ્યું- 'મરાઠી નહીં બોલો તો ધોઈ નાખીશું!'
CM દેવેન્દ્ર ફડણવીસે ટેક્સી ડ્રાઇવરોને મરાઠી શીખવા માટે આપેલી 1 વર્ષની છૂટછાટ સામે MNSનો આક્રોશ; યુપી ચૂંટણીના રાજકારણ માટે મરાઠી અસ્મિતા સાથે સમાધાન કરવાનો લગાવ્યો આરોપ.

મુંબઈ તા.28: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાયેલો ભાષા વિવાદ ફરી એકવાર અત્યંત હિંસક અને ગંભીર મોડ પર પહોંચી ગયો છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના પ્રમુખ રાજ ઠાકરેના પુત્ર અને યુવા નેતા અમિત ઠાકરેએ મુંબઈમાં હિન્દી ભાષી કેબ અને ઓટો-રિક્ષા ડ્રાઇવરોને ખુલ્લેઆમ માર મારવાની ધમકી આપી છે. તેમણે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ ચાલક મરાઠીને બદલે હિન્દીમાં વાત કરશે કે મુસાફરો સાથે ગેરવર્તન કરશે તો તેને MNSના કાર્યકરો દ્વારા પાઠ ભણાવવામાં આવશે.
આ સમગ્ર વિવાદની શરૂઆત મહારાષ્ટ્ર સરકારના એક નિર્ણયથી થઈ હતી. રાજ્ય સરકારે 12 ઓગસ્ટથી ઓટો, ટેક્સી અને એપ-આધારિત કેબ ડ્રાઇવરો માટે વ્યવહારુ મરાઠી ભાષાનું જ્ઞાન ફરજિયાત બનાવ્યું હતું. જોકે, ડ્રાઇવરોના સંગઠનોએ મરાઠી ભાષા શીખવા માટે સમય માગતા મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે તેમને 1 વર્ષની મુક્તિ આપી હતી અને આ સમયગાળા દરમિયાન કોઈ દંડ ન કરવાનો નિર્ણય કર્યો હતો. સરકારના આ નિર્ણયથી ભડકેલા અમિત ઠાકરેએ સીએમ ફડણવીસ પર આકરા પ્રહારો કર્યા હતા.
અમિત ઠાકરેએ ભાજપ સરકાર પર પ્રહાર કરતા આરોપ લગાવ્યો હતો કે, આગામી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં રાજકીય ફાયદો મેળવવા માટે સરકાર મરાઠી ભાષાના હિતોનું બલિદાન આપી રહી છે. તેમણે કટાક્ષમાં કહ્યું, "ગુજરાત, પંજાબ કે દક્ષિણ ભારતમાં જાઓ; દરેક રાજ્યના લોકોને પોતાની ભાષા પ્રત્યે ઊંડો પ્રેમ હોય છે. પરંતુ અહીં યુપીની ચૂંટણી નજીક હોવાથી એક વર્ષનો વધારો આપી દેવાયો. ડ્રાઇવરોએ મુસાફરોને હિન્દી કે યુપીની ભાષામાં બોલવાનું દબાણ ન કરવું જોઈએ. મુંબઈમાં માત્ર મરાઠીમાં જ વાતચીત થશે."
મનસે નેતાના આ આક્રમક વલણ બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ઉત્તર ભારતીય ઓટો અને કેબ ડ્રાઇવરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, રાજ્યમાં ભાષા આધારિત રાજકારણ ફરી એકવાર ગરમાતા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
