News of Friday, 28th August 2026
નેપાળ આફતમાં મૂળ અમદાવાદના NRI મહિલા લાપત્તા: અમદાવાદમાં રહેતા પુત્ર સાથે ગત સોમવારે વાત થઈ હતી
65 વર્ષીય NRI બીના પરીખ 21 ઓગસ્ટે અમદાવાદથી નેપાળ ગયા ત્યાંથી કૈલાશ માનસરોવર યાત્રા માટે કાઠમંડુથી નીકળ્યા બાદ સંપર્ક વિહોણા થયા

નેપાળ આફતમાં મૂળ અમદાવાદના NRI મહિલા લાપત્તા થયા છે. અમદાવાદમાં રહેતા પુત્ર સાથે છેલ્લે, ગત સોમવારે વાત થઈ હતી. 65 વર્ષીય NRI બીના પરીખ 21 ઓગસ્ટે અમદાવાદથી નેપાળ ગયા હતા. ત્યાંથી કૈલાશ માનસરોવર યાત્રા માટે કાઠમંડુથી નીકળ્યા બાદ સંપર્ક વિહોણા થયા છે. છેલ્લુ લોકેશન આફત પ્રભાવિત વિસ્તારના ફ્રેન્ડશીપ બ્રિજનું દર્શાવાઈ રહ્યું છે. અમદાવાદમાં રહેતો દીકરો શન્ની પરીખ માતાને લઈ ચિંતામાં છે. નેપાળ સરકારે પૂરને કારણે ગુમ થયેલ લોકોની જે યાદી જાહેર કરી છે તેમાં બીના પરીખનું પણ નામ છે.
(6:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
