<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મુંબઈમાં ડ્રગ્‍સ સાથે બે વિદેશી નાગરિકોની ધરપકડ

ડિરેક્‍ટોરેટ ઓફ રેવેન્‍યુ ઇન્‍ટેલિજન્‍સ એટલે કે DRI દ્વારા ડ્રગ્‍સ તસ્‍કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી

મુંબઈ,તા.૨૯: મુંબઈમાં ડિરેક્‍ટોરેટ ઓફ રેવેન્‍યુ ઇન્‍ટેલિજન્‍સ એટલે કે  DRI દ્વારા ડ્રગ્‍સ તસ્‍કરી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તપાસ એજન્‍સીએ બાતમીના આધારે મિરા રોડ વિસ્‍તારમાંથી ૫૪૭ ગ્રામ શંકાસ્‍પદ માદક પદાર્થ જપ્ત કર્યો છે. આ મામલામાં કેન્‍યાની એક મહિલા અને નાઈજીરિયન સહિત ૨ વિદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

આ સમગ્ર ઓપરેશન અંગે મળેલી માહિતી અનુસાર,  ઝય્‍ત્‍ની મુંબઈ ઝોનલ યુટને બાતમી મળી હતી કે ઇન્‍દોરથી મુંબઈ આવતી બસ મારફતે ડ્રગ્‍સનો મોટો જથ્‍થો લાવવામાં આવી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ મિરા રોડ પર વોચ ગોઠવી હતી અને બસમાંથી ઉતરેલી કેન્‍યાઈ મહિલાને અટકાવીને તેની તલાશી લીધી હતી.

તલાશી દરમિયાન મહિલાના બેગમાંથી આશરે ૫૪૭ ગ્રામ શંકાસ્‍પદ પદાર્થ મળી આવ્‍યો હતો, જેની પ્રાથમિક તપાસમાં તે કોકેઈન અથવા મેથાક્‍વાલોન હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. આ ગેરકાયદેસર ડ્રગ્‍સની ખેપ સ્‍વીકારવા માટે એક નાઈજીરિયાનો નાગરિક ત્‍યાં પહોંચ્‍યો હતો, જેને એજન્‍સીએ તુરંત જ ઝડપી લીધો હતો.

જપ્ત કરાયેલા માદક પદાર્થને નાર્કોટિક ડ્રગ્‍સ એન્‍ડ સાયકોટ્રોપિક સબસ્‍ટેન્‍સિસ એક્‍ટ એટલે કે એનડીપીએસ એક્‍ટ ૧૯૮૫ની કલમો હેઠળ જપ્ત કરવામાં આવ્‍યો છે. હાલમાં બંને આરોપીઓની કસ્‍ટડી મેળવીને આગળની કાયદેસરની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ડીઆરઆઈની ટીમ આંતરરાષ્ટ્રીય ડ્રગ્‍સ સિન્‍ડિકેટના મુખ્‍ય સૂત્રધાર અને આ રેકેટ સાથે જોડાયેલા અન્‍ય સાગરિતોની શોધખોળ કરી રહી છે.

(1:10 PM IST)