<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

દેશમાં ઉપયોગમાં લેવાતા ૯૯.૨ ટકા મોબાઇલ ફોન ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે

ભારતમાં ૯૯ ટકા મોબાઇલ બને છે, હવે દુનિયાને મળશે ‘મેડ ઇન ઇન્‍ડિયા'ના સ્‍માર્ટફોન?

નવી દિલ્‍હી,તા.૨૯: ભારતમાં સ્‍માર્ટફોન મેન્‍યુફેક્‍ચરિગની કહાની છેલ્‍લા એક દાયકામાં ઝડપથી બદલાઈ છે. આજે દેશમાં ઉપયોગમાં લેવાતા ૯૯.૨ ટકા મોબાઇલ ફોન ભારતમાં જ તૈયાર થઈ રહ્યા છે. એટલું જ નહીં, ૨૦૨૫માં સ્‍માર્ટફોનમાં ભારતની સૌથી મોટી એક્‍સપોર્ટ કેટેગરી દેશ બની ગયો હતો.આ ચોક્કસથી એક મોટી સફળતા છે પણ આ પાછળ એક માઈનસ પોઈન્‍ટ પણ છે. ભારત સ્‍માર્ટફોનના અલગ અલગ પાર્ટ્‍સ તૈયાર કરી રહ્યો છે પણ પોતાનો કોઈ સ્‍માર્ટ હજુ સુધી માર્કેટમાં મૂક્‍યો નથી. હજુ સુધી કોઈ સ્‍માર્ટફોન બ્રાંડ બની નથી જે ગ્‍લોબલ લેવલ પર વીવો, સેમસંગ જેવી કંપનીઓને હંફાવી શકે. આ દિશામાં ભારત સરકાર એક મોટું પગલું લઈ રહી છે. ભારતે મોબાઇલ મેન્‍યુફેક્‍ચરિગ માટે મોટું ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભું કર્યું છે, પરંતુ અહીં એક મોટો પડકાર હજુ પણ યથાવત છે.

સરકારે તાજેતરમાં રૂ.૬૨,૫૦૦ કરોડની મોબાઇલ ફોન મેન્‍યુફેક્‍ચરિગ સ્‍કીમની જાહેરાત કરી છે. આ યોજનાનો ઉદ્દેશ માત્ર ભારતમાં વિદેશી કંપનીઓ માટે ફોન એસેમ્‍બલ કરવાનો નથી.સરકાર ઈચ્‍છે છે કે, ભારતીય કંપનીઓ ભારતમાં જ સ્‍માર્ટફોન ડિઝાઇન કરે, પોતાના પેટન્‍ટ વિકસાવે, ટેક્રોલોજી પર કામ કરે અને પોતાનો બ્રાન્‍ડ ઊભી કરે. અર્થાત્‌, હવે લક્ષ્ય માત્ર Made in India નહીં, પરંતુ 'Designed in India' અને 'Branded in India'  તરફ આગળ વધવાનું છે. ઇલેક્‍ટ્રોનિક્‍સ મંત્રી અશ્વિની વૈષ્‍ણવના મતે, વર્ષ ૨૦૨૭ના મધ્‍ય સુધીમાં ભારતને પોતાનો પહેલો મજબૂત સ્‍વદેશી સ્‍માર્ટફોન બ્રાન્‍ડ મળી શકે છે. આ યોજના હેઠળ પાત્ર ભારતીય બ્રાન્‍ડ્‍સને યોગ્‍ય વેચાણ પર ૫ ટકા ઇન્‍સેન્‍ટિવ આપવામાં આવશે. આ ઉપરાંત, કંપની પોતાનું ઇન-હાઉસ ડિઝાઇન હબ વિકસાવે તો તેને વધારાનો ૩ ટકા લાભ મળી શકે છે.

સરકાર ખાસ કરીને એવી કંપનીઓને પ્રોત્‍સાહન આપવા માંગે છે, જેમાં ઓછામાં ઓછો ૫૧ ટકા માલિકીભાગ ભારતીયોનો હોય. આજે જ્‍યાં Xiaomi, Vivo, Oppo અને Samsung જેવા બ્રાન્‍ડ્‍સનું સ્‍માર્ટફોન માર્કેટમાં મોટું વર્ચસ્‍વ છે, ત્‍યાં લગભગ એક દાયકા પહેલાં સ્‍થિતિ અલગ હતી. Micromax, Lava અને Intex જેવી ભારતીય કંપનીઓ ભારતીય બજારમાં મજબૂત હાજરી ધરાવતી હતી. ૨૦૧૫ની આસપાસ ભારતીય બ્રાન્‍ડ્‍સની સંયુક્‍ત બજાર ભાગીદારી લગભગ ૩૫ ટકા સુધી પહોંચી હતી. Micromax તો તે સમયે Samsung સીધી ટક્કર આપતી ભારતીય બ્રાન્‍ડ માનવામાં આવતી હતી.પરંતુ ત્‍યારબાદ Xiaomi, Vivo અને Oppo જેવી ચીનની કંપનીઓએ ભારતીય સ્‍માર્ટફોનના માર્કેટનું ગણિત જ બદલી નાખ્‍યું. એક જ ફોનમાં તમામ પ્રકારના ફીચર, ફીચર ન મળે તો એને સપોર્ટિગ વસ્‍તુ આપીને મોનોપોલી તોડી નાંખી.

મજબૂત સપ્‍લાય ચેઇન, આક્રમક કિમતો અને વધુ સારા સ્‍પેસિફિકેશન્‍સ સાથે ભારતીય ગ્રાહકોને આકર્ષ્‍યા. ઓછા બજેટમાં તમામ પ્રકારની સુવિધા, સારો કેમેરો અને સ્‍પેસના ફીચરના પરિણામે ભારતીય કંપનીઓ ધીમે ધીમે સ્‍પર્ધામાં પાછળ પડવા લાગી. આ સિવાય વધુ સ્‍મુથ એવેલેબિલિટી મળતા ગ્રાહકોને આ પસંદ પડ્‍યું અને ભારતીય ફોનની માર્કેટ પડી ગઈ. માત્ર હાર્ડવેર જ નહીં, પરંતુ રીસર્ચ એન્‍ડ ડેવલપમેન્‍ટ, સોફટવેર અને નિયમિત અપડેટ્‍સ  જેવા ક્ષેત્રોમાં પણ ભારતીય બ્રાન્‍ડ્‍સ પાછળ રહી ગઈ. પરિણામે ૨૦૨૦ની શરૂઆત સુધીમાં ભારતીય સ્‍માર્ટફોન બ્રાન્‍ડ્‍સની બજાર ભાગીદારી ૧ ટકાથી પણ ઓછી રહી ગઈ હતી. તે સમયે ભારતીય કંપનીઓ પાસે મોટા પાયે મેન્‍યુફેક્‍ચરિગ ક્ષમતા પણ ન હોતી. પરંતુ હવે પરિસ્‍થિતિ નોંધપાત્ર રીતે બદલાઈ ગઈ છે. ભારતમાં મેન્‍યુફેક્‍ચરિગ ઇકોસિસ્‍ટમ વિકસ્‍યું છે અને વૈશ્વિક કંપનીઓ માટે મોટા પ્રમાણમાં ઇલેક્‍ટ્રોનિક્‍સનું ઉત્‍પાદન કરવાની ક્ષમતા ઊભી થઈ છે.

નવી સરકારી નીતિનો સૌથી મોટો ફાયદો ભારતીય સ્‍માર્ટફોન બ્રાન્‍ડ Lavaને મળી શકે છે. ઘણા પડકારો છતાં ર્ન્‍ીરર્ુી ભારતીય બજારમાં ટકી રહ્યું છે અને છેલ્‍લા કેટલાક સમયથી બજેટ સેગમેન્‍ટમાં ફરી પોતાની સ્‍થિતિ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર, સ્‍માર્ટફોન માર્કેટમાં Lavaની ભાગીદારી લગભગ ૨ ટકા સુધી પહોંચી છે અને તેમાં વાર્ષિક ૪૦થી ૫૦ ટકાની ઝડપે વૃદ્ધિ થઈ રહી છે. Lava હવે માત્ર ફોન એસેમ્‍બલ કરવા પૂરતું સીમિત રહેવા માંગતું નથી. કંપની ડિસ્‍પ્‍લે અને કેમેરા મોડ્‍યુલ જેવા મહત્‍વના ઘટકોમાં લગભગ રૂ.૧,૧૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારી કરી રહી છે. જો આ રોકાણ સફળ થાય, તો કંપનીને સ્‍માર્ટફોનના મહત્‍વના ઘટકો પર વધુ નિયંત્રણ મેળવવામાં મદદ મળી શકે છે.

રસપ્રદ વાત એ છે કે Micromaxની મેન્‍યુફેક્‍ચરિગ યુનિટ પણ ફરીથી પ્રોડક્‍શન શરૂ કરવાની તૈયારીમાં હોવાનું સામે આવ્‍યું છે. જોકે ભારતમાં ફોન બનાવવો હવે શક્‍ય બન્‍યું છે, પરંતુ વૈશ્વિક સ્‍તરનો બ્રાન્‍ડ બનાવવો હજુ પણ મોટો પડકાર છે. Samsung અને Xiaomi જેવી કંપનીઓ પાસે વર્ષોના સોફટવેર અનુભવ, કેમેરા ટેક્રોલોજી, R&D અને વૈશ્વિક સર્વિસ નેટવર્કની તાકાત છે.પણ ગ્રાહકોનો ભરોસો જીતવો એ મોટો પડકાર છે.  ભારતીય બ્રાન્‍ડ્‍સે માત્ર સારો ફોન બનાવવાનો નથી, પરંતુ ગ્રાહકોનો વિશ્વાસ જીતીને તેમને સ્‍થાપિત બ્રાન્‍ડ્‍સમાંથી પોતાના તરફ વાળવાના છે. સ્‍માર્ટફોન માર્કેટમાં નવા ખરીદદારોની સંખ્‍યા હવે અગાઉની જેમ ઝડપથી વધી રહી નથી. એટલે ભારતીય બ્રાન્‍ડ્‍સ માટે વૃદ્ધિ મેળવવા માટે માત્ર નવા ગ્રાહકો પર આધાર રાખવો મુશ્‍કેલ રહેશે.

(10:34 AM IST)