<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

૩ દિવસથી સ્‍વજનોની ભાળ માટે ભટકી રહ્યા છે લોકો

નેપાળમાં રડતા લોકોનું ‘પૂર'!

કાઠમંડુ,તા.૨૯: નેપાળમાં આવેલા ભયંકર પૂરના કારણે એટલો વિનાશ વેરાયો છે કે જેને જોઈને હૃદય ધ્રુજી ઉઠે. દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ ઘણાં લોકો હજુ પણ કાદવમાં ફસાયેલા છે. બીમાર અને વૃદ્ધ લોકો વધારે મુશ્‍કેલીમાં છે. કોઈ જગ્‍યાએ કોઈ જીવીત મળી રહ્યું છે તો કોઈ જગ્‍યાથી માત્ર મૃતદેહ મળી રહ્યા છે. જેમ જેમ નેપાળના તંત્રને લોકોના મૃતદેહ મળી રહ્યા છે તેમ તેમ તેઓ જાણકારી સાથે નામોની યાદી બનાવીને લગાવી રહ્યા છે. આ યાદીમાં પોતાના સ્‍વજનની શોધ માટે લોકો પડાપડી કરી રહ્યા છે. જેમના નામ આ યાદીમાં છે તેમના સ્‍વજનો પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્‍પ નથી. પરંતુ જેમના સ્‍વજનોની ત્રીજા દિવસે પણ ભાળ નથી મળી એમના સ્‍વજનો માનસિક સ્‍થિતિ અત્‍યંત દયનીય બની છે

(10:28 AM IST)