News of Saturday, 29th August 2026
ભિખારીના ઘરમાંથી ૩૦ કોથળા ભરીને નીકળ્યા રૂપિયાઃ ગણતા-ગણતા લોકો પણ થાક્યા!
અમેરિકાના ડોલર અને બીજા દેશોની કરન્સીઃ ૨ કોથળા નોટોના છે અને બાકી સિક્કાથી ભરેલા : સિક્કા ભરેલા ૪ કોથળા અને નોટોના બંને કોથળાની ગણતરી કરાઈ છે, ૨ લાખ ૩૫ હજાર રૂપિયા મળી આવ્યા

શ્રીરંગપટ્ટમ,તા.૨૯: શું તમે ક્યારેય વિચાર્યું છે કે, કોઈ ભિખારીના ઘરેથી રૂપિયાથી ભરેલા ૧ કે ૨ નહીં, પણ ૩૦-૩૦ કોથળા મળી શકે છે. ખરેખર હાલ એવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે, જેને સાંભળીને બધા કહી રહ્યા છે કે, આ કોઈ ભિખારીની કમાણી છે કે પછી કુબેરનો ખજાનો? આવો સવાલ તમારા મનમાં પણ ઊભો થઈ શકે છે. અહીં રસપ્રદ વાત તો એ છે કે, આ ભિખારીના પૈસા ગણવા માટે જેટલા લોકો આવ્યા હતા, તે બધા પૈસા ગણતા-ગણતા થાકી ગયા હતા.
ભિખારીના ઘરમાં ૩૦ કોથળા સિક્કા, ૨ કોથળા નોટો! - માંડ્યાના શ્રીરંગપટ્ટમમાં ભિખારીના ઘરમાંથી મળી આવેલી પૈસાના કોથળાની કહાની દિવસેને દિવસે વધુ રસપ્રદ બની રહી છે. હાલમાં કોથળામાં ભરેલા આ પૈસાની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એક પછી એક કોથળા ખોલવામાં આવી રહ્યા છે અને ગણતરી કરી રહેલા સ્વયંસેવકોને પણ સતત કામ કરવું પડી રહ્યું છે. ભિખારી સાવિત્રીના ઘરમાંથી મળેલા ૩૦ કોથળા સિક્કામાંથી અત્યાર સુધી ૪ની જ ગણતરી પૂરી થઈ છે. આ ચારમાંથી જ કુલ ૫૦ હજાર રૂપિયા મળી આવ્યા છે. હવે સવાલ એ છે કે હજુ ગણવાના બાકી રહેલા સિક્કાના ૬ કોથળામાંથી કેટલી રકમ નીકળશે? હાલમાં બધાની નજર આ જ સવાલ પર છે.
નોટોની કોથળામાં મળ્યા રૂ.૧.૮૫ લાખ! - સિક્કા જ નહીં, પરંતુ ૨ કોથળા નોટોની ગણતરી પણ પૂરી થઈ ગઈ છે. તેમાંથી કુલ ૧ લાખ ૮૫ હજાર રૂપિયા મળી આવ્યા છે. આ રીતે અત્યાર સુધી ગણતરી કરવામાં આવેલા સિક્કા અને નોટોની રકમ જ ભલભલા માણસને ચોંકાવવા માટે પૂરતી છે. હવે બાકીના સિક્કાની ગણતરી થયા બાદ જ કુલ રકમનો અંદાજ આવી શકે છે.
અમેરિકાના ડોલર પણ મળી આવ્યા! - આ દરમિયાન સાવિત્રીના પૈસાના કોથળામાંથી વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. તેમાં અમેરિકાના ડોલર સહિત કેટલીક વિદેશી કરન્સી પણ મળી આવી છે. સામાન્ય રીતે ભિક્ષા માગીને એકત્ર કરાયેલા પૈસા હોવાનું માનવામાં આવતા આ કોથળામાં અલગ-અલગ દેશોની કરન્સી કેવી રીતે પહોંચી, તે સવાલ પણ હવે લોકોમાં કુતૂહલ જગાવી રહ્યો છે.
રૂપિયા ગણતા-ગણતા થાકી ગયા લોકો! - સિક્કાની સંખ્યા ખૂબ વધારે હોવાથી તેની ગણતરી કરવી પણ એક મોટો પડકાર બની ગઈ છે. જે લોકો ગણતરી કરવા આવ્યા હતા તેઓ નોટોના ૨ અને સિક્કાના ૪ કોથળા ગણીને બહુ થાકી ગયા હતા. જે પછી તેમણે બાકીની ગણતરી પછીથી કરવાનો નિર્ણય લીધો, જેનું કામ આજે ફરી શરૂ કરાયો હતો. તેથી હવે બાકીના છ કોથળામાંથી કેટલી રકમ બહાર આવે છે તેના પર સૌની નજર છે. આટલા બધા રૂપિયા મળી આવ્યા બાદ પણ સ્થાનિક લોકો વૃદ્ધાની મદદ કરી રહ્યા છે
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
