<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

જન્‍માષ્ટમી, ગણેશ ચતુર્થીથી લઈ શ્રાદ્ધ પક્ષ,સપ્‍ટેમ્‍બરમાં તહેવારોની વણઝાર

સનાતન પરંપરામાં ભાદરવો મહિનો પૂજા-અર્ચના, જપ-તપ, વ્રત અને દાન-પુણ્‍ય માટે અત્‍યંત પવિત્ર માનવામાં આવે છે

નવી દિલ્‍હી તા.૨૯: હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ સાથે જ હિન્‍દુ ધર્મમાં વિશેષ મહત્‍વ ધરાવતા ભાદરવા (ભાદ્રપદ) મહિનાનો પ્રારંભ થશે. સનાતન પરંપરામાં ભાદરવો મહિનો પૂજા-અર્ચના, જપ-તપ, વ્રત અને દાન-પુણ્‍ય માટે અત્‍યંત પવિત્ર માનવામાં આવે છે. આ મહિનામાં ભગવાન શ્રીકૃષ્‍ણની જન્‍માષ્ટમી, દસ દિવસીય ગણેશોત્‍સવ, હરતાલિકા તીજ, રાધાષ્ટમી અને અનંત ચતુર્દશી જેવા મોટા પર્વોની સાથે જ પિતૃઓના તર્પણ માટે પિતૃ પક્ષની પણ શરૂઆત થાય છે.

સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના મહિનામાં આવતા તમામ મુખ્‍ય વ્રત, ઉપવાસ અને તહેવારોનું તારીખવાર સંપૂર્ણ કેલેન્‍ડર આ પ્રમાણેનું છે-

સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬માં આવનારા વ્રત અને તહેવારો  ચોથી સપ્‍ટેમ્‍બર (શુક્રવાર): કૃષ્‍ણ જન્‍માષ્ટમી (ગોકુળાષ્ટમી) પાંચમી સપ્‍ટેમ્‍બર (શનિવાર): દહીં હાંડી મહોત્‍સવ, શિક્ષક દિન સાતમી સપ્‍ટેમ્‍બર (સોમવાર): અજા એકાદશી આઠમી સપ્‍ટેમ્‍બર (મંગળવાર): ભૌમ પ્રદોષ વ્રત, જૈન પર્યુષણ પર્વ પ્રારંભ નવમી સપ્‍ટેમ્‍બર (બુધવાર): માસિક શિવરાત્રી ૧૪મી સપ્‍ટેમ્‍બર (સોમવાર): હરતાલિકા તીજ અને ગણેશ ચતુર્થી (ગણેશોત્‍સવ પ્રારંભ) ૧૫મી સપ્‍ટેમ્‍બર (મંગળવાર): ઋષિ પંચમી ૧૭મી સપ્‍ટેમ્‍બર (ગુરુવાર): વિશ્વકર્મા પૂજા, કન્‍યા સંક્રાંતિ ૧૯મી સપ્‍ટેમ્‍બર (શનિવાર): રાધા અષ્ટમી ૨૨મી સપ્‍ટેમ્‍બર (મંગળવાર): પરિવર્તિની એકાદશી ૨૪મી સપ્‍ટેમ્‍બર (ગુરુવાર): ગુરુ પ્રદોષ વ્રત ૨૫મી સપ્‍ટેમ્‍બર (શુક્રવાર): અનંત ચતુર્દશી (ગણેશ વિસર્જન) ૨૬મી સપ્‍ટેમ્‍બર (શનિવાર): ભાદ્રપદ પૂર્ણિમા વ્રત ૨૭મી સપ્‍ટેમ્‍બર (રવિવાર): પિતૃ પક્ષ (શ્રાદ્ધ પક્ષ) પ્રારંભ

 ભગવાન શ્રીકૃષ્‍ણ, ગણેશજી અને મહાદેવની વિધિવિધાનથી પૂજા-અર્ચના કરવી.

જરૂરિયાતમંદ અને ગરીબ લોકોને અન્ન, વષા અને છત્રીનું દાન કરવું. સવારે વહેલા સ્‍નાન કરી સાત્‍વિક દિનચર્યાનું પાલન કરવું.

 માંસાહાર, આલ્‍કોહોલ અને નશીલા પદાર્થો જેવા તમામ તામસિક ખોરાકથી દૂર રહેવું.

વૃક્ષો-છોડવાઓને અકારણ નુકસાન ન પહોંચાડવું કે કાપવા નહીં.

ક્રોધ, કલેશ, વિવાદ અને કોઈના પ્રત્‍યે અપશબ્‍દો બોલવાથી બચવું.

આ મહિનામાં લગ્ન, ગૃહપ્રવેશ જેવા મોટા માંગલિક કાર્યો ટાળવાની શાષોક્‍ત પરંપરા છે.

(11:24 AM IST)