<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદી ૮મી સપ્‍ટેમ્‍બરે નવસારીમાં કરોડોના ખર્ચે તૈયાર થયેલ અતી આધુનિક નમો કમલમ ભાજપ કાર્યાલયનુ લોકાપર્ણ કરશે

૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્‍તારમાં આ કાર્યાલયનું નિર્માણ, ૧૦ કરોડનો ખર્ચ, હાઇસ્‍પીડ ઇન્‍ટરનેટ, આધુનિક સભાગૃહ કોન્‍ફરન્‍સ હોલ, પદાધિકારીઓ માટે અલગ કેબીન જેવી અનેકવિધ સુવિધાઓ

(જીતેન્‍દ્ર રૂપારેલિયા...) વાપીઃ દક્ષિણ ગુજરાતના રાજકીય નકશા પર નવસારી ફરી એકવાર મહત્‍વના કેન્‍દ્ર તરીકે ઉભરી રહ્યું છે, આગામી ૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી નવસારીની મુલાકાતે આવી નવા નિર્મિત જિલ્‍લા ભાજપ કાર્યાલય ‘નમો કમલમ' નું લોકાર્પણ કરશે, તેવી માહિતી સામે આવી છે.

નવસારી માં તૈયાર કરવા માં આવેલું ‘નમો કમલમ' માત્ર એક સામાન્‍ય રાજકીય કાર્યાલય નહીં પરંતુ આધુનિક સુવિધાઓથી સજ્જ સંગઠનાત્‍મક કેન્‍દ્ર તરીકે તૈયાર કરવામાં આવ્‍યું છે ,  આશરે ૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્‍તારમાં આ ભવ્‍ય કાર્યાલયનું નિર્માણ કરવામાં આવ્‍યું છે

અહેવાલો અનુસાર આ કાર્યાલયના નિર્માણ પાછળ રૂ. ૧૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્‍યો છે.  કાર્યાલયનું બાંધકામ અને આંતરિક કામકાજ પૂર્ણ થઈ ચૂક્‍યું છે અને હવે ૮ સપ્‍ટેમ્‍બરના લોકાર્પણ કાર્યક્રમ ની તૈયારીઓ ચાલી રહી છે.

આ કાર્યક્રમની સૌથી મહત્‍વની બાબત એ છે કે ભાજપના નેતાઓના જણાવ્‍યા મુજબ વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્ર મોદી પ્રથમ વખત કોઈ જિલ્‍લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે, આ જ કારણસર નવસારી ના આ કાર્યક્રમને ભાજપ ના સંગઠનાત્‍મક ઇતિહાસ માં મહત્‍વપૂર્ણ અને ઐતિહાસિક ઘટના તરીકે જોવામાં આવી રહી છે.

નવસારીના સાંસદ શ્રી સી. આર. પાટીલે પણ આ ઘટનાને મહત્‍વપૂર્ણ સંગઠનાત્‍મક સિદ્ધિ તરીકે રજૂ કરી છે ,  ‘‘આજ સુધી દેશના કોઈ પ્રધાનમંત્રી એ આવા જીલ્‍લા કક્ષાના કાર્યાલયનું લોકાર્પણ કર્યું નહિ હોય,

૪૦ હજાર ચોરસ ફૂટમાં આધુનિક કાર્યાલય

‘નમો કમલમ'નું નિર્માણ નવસારીના ગ્રીડ હાઈવે નજીક કરવામાં આવ્‍યું છે, જૂનું ‘કમલમ' કાર્યાલય શહેરની અંદર આવેલું હતું અને ભાજપનું સંગઠન વિસ્‍તરતાં તથા કાર્યકરો અને સંગઠનાત્‍મક પ્રવૃત્તિ ઓ વધતાં જૂની જગ્‍યા ઓછી પડવા લાગી હતી, નવી જગ્‍યા વધુ વિશાળ હોવાની સાથે શહેરના ટ્રાફિકથી થોડે દૂર અને વધુ સરળતાથી પહોંચી શકાય તેવી હોવાના કારણે પસંદ કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

કૃત્રિમ બુદ્ધિમત્તા અને હાઈ-સ્‍પીડ ઈન્‍ટરનેટ ની સુવિધા‘નમો કમલમ' ની સૌથી મોટી વિશેષતા તેની આધુનિક ટેક્રોલોજી આધારિત વ્‍યવસ્‍થા છે.

કાર્યાલયમાં કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ટેક્રોલોજી હાઈ-સ્‍પીડ ઈન્‍ટરનેટ આધુનિક સભાગૃહ કોન્‍ફરન્‍સ હોલ પદાધિકારીઓ માટે અલગ કેબિન અધિકારીઓ અને મુલાકાતી નેતાઓ માટે અલગ વ્‍યવસ્‍થા જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. સભાગૃહ માં મોટી સંખ્‍યામાં કાર્યકરોને સમાવી શકાય તેવી વ્‍યવસ્‍થા હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.

રાજકીય કાર્યાલય નહીં, સંગઠનનું આધુનિક કેન્‍દ્ર...

ભાજપ માટે આ કાર્યાલયનો હેતુ માત્ર દૈનિક વહીવટી કામગીરી પૂરતો નથી, નવા કાર્યાલય માં સંગઠનની બેઠકો, કાર્યકરો સાથે સંવાદ, તાલીમ કાર્યક્રમો, વિવિધ અભિયાનોનું આયોજન અને જિલ્‍લા સ્‍તરની રાજકીય તથા સંગઠનાત્‍મક પ્રવૃત્તિ ઓ વધુ સુવ્‍યવસ્‍થિત રીતે ચલાવવાની વ્‍યવસ્‍થા ઊભી કરવામાં આવી છે, તેમજ આધુનિક ડિજિટલ સુવિધાઓના કારણે જિલ્‍લા સંગઠનને રાજ્‍ય અને રાષ્ટ્રીય સ્‍તરના સંગઠન સાથે ઝડપી સંકલન કરવામાં પણ મદદ મળી શકે છે.

 ભાજપનું નવસારીમાં અગાઉનું ‘કમલમ' કાર્યાલય શહેર વિસ્‍તારમાં હતું, સમય જતાં ભાજપનું સંગઠન વિસ્‍તર્યું અને કાર્યકરોની સંખ્‍યા તથા સંગઠનાત્‍મક કાર્યક્રમોમાં વધારો થયો, પરિણામે જૂનું કાર્યાલય પૂરતું ન રહેતાં વધુ વિશાળ અને આધુનિક કાર્યાલયની જરૂરિયાત ઊભી થઈ, આ જરૂરિયાતને ધ્‍યાન માં રાખીને નવા ‘નમો કમલમનું નિર્માણ કરવામાં આવ્‍યું છે,

૮ સપ્‍ટેમ્‍બરના કાર્યક્રમને લઈને , વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી પોતે જિલ્‍લા કક્ષાના નવા કાર્યાલયનું લોકાર્પણ કરવા આવી રહ્યા હોવાની માહિતી સામે આવતા નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ભાજપના કાર્યકરો માં ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે.

આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતાઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મોટી સંખ્‍ય માં કાર્યકરો હાજર રહે તેવી તૈયારીઓ ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.

નવસારી સાથે પીએમ મોદીનો જૂનો વિકાસલક્ષી સંબંધ

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી માટે નવસારી નવી જગ્‍યા નથી,  તેઓ અગાઉ પણ નવસારી માં અનેક મહત્‍વપૂર્ણ વિકાસલક્ષી કાર્યક્રમોમાં હાજરી આપી ચૂક્‍યા છે, ખાસ કરી ને ૨૦૨૪માં નવસારી ખાતે રૂ. ૪૭ હજાર કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને શિલાન્‍યાસ કરવામાં આવ્‍યો હતો, આ યોજના ઓ માં વીજળી, રેલવે, માર્ગ, ટેક્‍સટાઇલ, શિક્ષણ, પાણી પુરવઠો, કનેક્‍ટિવિટી અને શહેરી વિકાસ જેવા અનેક ક્ષેત્રો સામેલ હતા.

આ જ કાર્યક્રમ દરમિયાન નવસારીમાં પીએમ મિત્રા મેગા ઇન્‍ટિગ્રેટેડ ટેક્‍સટાઇલ રિજન એન્‍ડ એપેરલ પાર્કના નિર્માણની કામગીરીનો પણ પ્રારંભ કરવામાં આવ્‍યો હતો આ ઉપરાંત ૨૦૨૨માં પણ વડાપ્રધાન મોદીએ નવસારીમાં ‘ગુજરાત ગૌરવ અભિયાન' દરમિયાન અનેક વિકાસ યોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.

દક્ષિણ ગુજરાત માટે રાજકીય રીતે પણ મહત્‍વપૂર્ણ ઘટના

નવસારી દક્ષિણ ગુજરાતના મહત્‍વના રાજકીય જિલ્‍લા ઓ માં ગણાય છે, અહીંથી ભાજપના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આધુનિક કાર્યાલયની રચના થવી અને તેનું લોકાર્પણ વડાપ્રધાનના હસ્‍તે થવું સંગઠનાત્‍મક લ્લષ્ટિએ મહત્‍વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

‘નમો કમલમ' હવે જિલ્‍લા ભાજપ ના આગામી કાર્યક્રમો, બેઠકો, તાલીમ વર્ગો અને સંગઠનાત્‍મક આયોજનનું મુખ્‍ય કેન્‍દ્ર બનશે. નવા કાર્યાલય થી જિલ્‍લા સંગઠનને એક જ સ્‍થળે વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્‍ધ થશે, વિશાળ સભાગૃહના કારણે મોટા કાર્યક્રમો અને તાલીમ વર્ગો યોજી શકાશે, કોન્‍ફરન્‍સ હોલ અને ડિજિટલ સુવિધાઓના કારણે મહત્‍વની બેઠકો વધુ આધુનિક રીતે યોજી શકાશે,

કૃત્રિમ બુદ્ધિમત્તા અને ઝડપી ઇન્‍ટરનેટ જેવી સુવિધાઓ રાજકીય સંગઠનના ડિજિટલ કામગીરીમાં ઉપયોગી બની શકે છે.

જો ૮ સપ્‍ટેમ્‍બરે નક્કી થયેલા કાર્યક્રમ મુજબ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી ‘નમો કમલમ'નું લોકાર્પણ કરે છે, તો આ ઘટના બે કારણોસર વિશેષ બની શકે છે પ્રથમ, રૂ. ૧૦ કરોડથી વધુના ખર્ચે અને આશરે ૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્‍તાર માં તૈયાર થયેલું અત્‍યાધુનિક જિલ્‍લા કાર્યાલય નવસારી માં ભાજપના સંગઠનને નવી માળખાકીય સુવિધા આપશે

બીજું, ભાજપના નેતાઓના જણાવ્‍યા મુજબ વડાપ્રધાન બન્‍યા બાદ નરેન્‍દ્રભાઇ મોદી પ્રથમ વખત જિલ્‍લા કક્ષાના ભાજપ કાર્યાલયનું લોકાર્પણ કરશે, જેના કારણે આ કાર્યક્રમ ને રાજકીય રીતે પણ વિશેષ મહત્‍વ મળી રહ્યું છે.

નવસારીમાં તૈયાર થયેલું ‘નમો કમલમ' આગામી દિવસોમાં માત્ર ભાજપનું જિલ્‍લા કાર્યાલય નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પક્ષ ની સંગઠનાત્‍મક પ્રવૃત્તિઓનું મહત્‍વનું કેન્‍દ્ર બની શકે છે

આશરે ૪૦ હજાર ચોરસ ફૂટ વિસ્‍તાર માં રૂ. ૧૦ કરોડ થી વધુના ખર્ચે તૈયાર થયેલી આ આધુનિક ઇમારતમાં ટેકનોલોજીથી લઈને સંગઠનાત્‍મક બેઠકો સુધીની અનેક સુવિધા ઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. હવે સૌની નજર ૮ સપ્‍ટેમ્‍બર, ૨૦૨૬ના રોજ વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના હસ્‍તે થનારા લોકાર્પણ કાર્યક્રમ પર છે, આ કાર્યક્રમ વડાપ્રધાન અને નવસારીના રાજકીય સંબંધમાં વધુ એક મહત્‍વપૂર્ણ અધ્‍યાય ઉમેરશે તેવી અપેક્ષા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

(11:27 AM IST)