<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આરોગ્ય ટીમનો સ્થાનિક લોકોએ ઘેરાવો કરતા હોબાળો

વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ બે વર્ષના માસૂમ બાળકની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં આરોગ્ય ટીમનો સ્થાનિક લોકોએ ઘેરાવો કરતા હોબાળો મચ્યો હતો. વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ બે વર્ષના માસૂમ બાળકની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો હતો. આ મામલે સ્થાનિકોએ FDA અધિકારીની કામગીરી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કાર્યવાહી કરવાના બદલે લેવડદેવડ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોવાનો સ્થાનિકોએ આરોપ લગાવ્યો છે. રોષે ભરાયેલા એક યુવકે FDA અધિકારીને એક્સપાયરી ડેટવાળું બિસ્કિટ ખવડાવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટનાને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. મામલો ઉગ્ર બનતા આરોગ્ય ટીમને લોકોના વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

(7:22 PM IST)