તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૫ રવિવાર
News of Saturday, 29th August 2026
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ 2 વર્ષના માસૂમની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો
સ્થાનિકોએ FDA અધિકારીની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા કાર્યવાહી કરવાને બદલે લેવડદેવડ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરના વૈજાપુરમાં ચેવડો ખાધા બાદ 2 વર્ષના માસૂમની તબિયત લથડતા લોકોમાં રોષ ફેલાયો હતો. ઘટનાની તપાસ માટે પહોંચેલી આરોગ્ય ટીમનો સ્થાનિકોએ ઘેરાવો કર્યો હતો. સ્થાનિકોએ FDA અધિકારીની કામગીરી સામે ગંભીર આક્ષેપો કરતા કાર્યવાહી કરવાને બદલે લેવડદેવડ કરીને મામલો થાળે પાડવામાં આવતો હોવાનો આરોપ લગાવ્યો હતો. આ દરમિયાન રોષે ભરાયેલા એક યુવકે અધિકારીને એક્સપાયરી ડેટવાળું બિસ્કિટ ખવડાવ્યું હતું. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં મામલો ચર્ચામાં આવ્યો છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
