<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

વડાપ્રધાન મોદીનો બે દિવસનો ઉઝબેકિસ્‍તાન પ્રવાસ જાણે ભારતની કૂટનીતિને નવી ઊંચાઈ

ભારત અને ઉઝબેકિસ્‍તાન સંબંધો હવે ‘વ્‍યાપક વ્‍યૂહાત્‍મક ભાગીદારી'માં પરિવર્તિતઃ ૨૦૩૦ સુધી વચ્‍ચે વેપારનો લક્ષ્યાંક પાંચ અબજ ડોલર : યુરેનિયમ સહકાર એ જ ભારત માટે વ્‍યૂહાત્‍મક સફળતા, ક્રિટિકલ મિનરલ્‍સ અને ખનિજ સંપત્તિ પર નજર, ડિજિટલ ભારતની ‘UPI ડિપ્‍લોમસી', આઈટી, કૃત્રિમ બુદ્ધિ અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે સહકાર, શિક્ષણ અને સંસ્‍કૃતિમાં ૧૧ મહત્‍વની સમજૂતીઓ, ગુજરાત માટે પણ ખાસ મહત્‍વ, ભારતીય પ્રવાસીઓ માટે મોટી રાહત, નરેન્‍દ્રભાઈની સૌથી મોટી કૂટનીતિ ની સફળતા એટલે, યુએનએસસીમાં ભારતને સમર્થન, મોદીને ઉઝબેકિસ્‍તાનનો સર્વોચ્‍ચ રાજ્‍ય સન્‍માન

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદી નો ૨૯ અને ૩૦ ઓગસ્‍ટ નો ઉઝબેકિસ્‍તાન નો બે દિવસનો રાજકીય પ્રવાસ ભારતની મધ્‍ય એશિયા નીતિ માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ સાબિત થયો છે,  વડાપ્રધાન મોદી એ ઉઝબેકિસ્‍તાન ના રાષ્ટ્રપતિ શાવકત મિર્ઝિયોયેવ સાથે વ્‍યાપક ચર્ચા કરી અને બંને દેશો એ પોતા ના સંબંધો ને ઙ્ક વ્‍યાપક વ્‍યૂહાત્‍મક ભાગીદારી ઙ્કના સ્‍તરે લઈ જવાનો નિર્ણય કર્યો છે, આ મુલાકાત દરમિયાન ૧૧ મહત્‍વના કરાર અને સમજૂતી ઓ થયા છે તથા વેપાર, યુરેનિયમ, ખનીજ સંપત્તિ, પ્રવાસન, શિક્ષણ, આયુર્વેદ, પર્યાવરણ, નાણાકીય સહકાર અને ડિજિટલ ક્ષેત્રે નવા માર્ગ ખૂલ્‍યા છે.

આગામી વર્ષ ૨૦૩૦ સુધી ભારતઉઝબેકિસ્‍તાન વેપાર નો લક્ષ્યાંક ૫ અબજ ડોલર રાખ્‍યો છે,બંને દેશો વચ્‍ચે હાલમાં એક અબજ ડોલર થી વધુનો વાર્ષિક વેપાર થાય છે , હવે તેને ૨૦૩૦ સુધીમાં ૫ અબજ ડોલર સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્‍યું છે , એટલે કે આગામી વર્ષો માં દ્વિપક્ષીય વેપાર ને લગભગ પાંચ ગણો કરવાનો પ્રયાસ થશે , વેપાર વધારવા માટે બિન-ટેરિફ અવરોધો દૂર કરવા, નવા ઉત્‍પાદનો ના વેપાર ને પ્રોત્‍સાહન આપવા અને રોકાણ વધારવા માટે સંયુક્‍ત કાર્યકારી જૂથ બનાવવાનો નિર્ણય પણ લેવાયો છે.

યુરેનિયમ સહકાર  ભારત માટે વ્‍યૂહાત્‍મક સફળતા, આ પ્રવાસ નું સૌથી મહત્‍વનું પરિણામ યુરેનિયમ પુરવઠા માટે લાંબા ગાળાના માળખા તરફ આગળ વધવું છે ,

ઉઝબેકિસ્‍તાન યુરેનિયમ નો મહત્‍વ નો ઉત્‍પાદક દેશ છે અને ભારત ની નાગરિક પરમાણુ ઊર્જા ની જરૂરિયાતો ને ધ્‍યાન માં રાખી ને બંને દેશો એ લાંબા ગાળા ના યુરેનિયમ પુરવઠા અંગે સહકાર આગળ વધારવાનો નિર્ણય કર્યો છે , આ ભારત માટે માત્ર ઊર્જાનો પ્રશ્ન નથી ,  પરમાણુ ઊર્જા ક્ષેત્રે લાંબા ગાળા ની સપ્‍લાય સુરક્ષા ભારત ની ઊર્જા સુરક્ષા અને વ્‍યૂહાત્‍મક આત્‍મ નિર્ભરતા માટે મહત્‍વપૂર્ણ બની શકે છે.

ક્રિટિકલ મિનરલ્‍સ અને ખનિજ સંપત્તિ પર નજર , આજ ના સમય માં લિથિયમ, યુરેનિયમ સહિતના ક્રિટિકલ અને વ્‍યૂહાત્‍મક ખનિજો વૈશ્વિક અર્થતંત્ર અને ટેકનોલોજી માટે અત્‍યંત મહત્‍વપૂર્ણ બની ગયા છે , ભારત અને ઉઝબેકિસ્‍તાને ભૂસ્‍તરશાષ, ખનિજ સંસાધનો, ખાણકામ, ખનિજ પ્રોસેસિગ અને મૂલ્‍ય વર્ધિત ઉત્‍પાદનો અંગે સહકાર વધારવાનો નિર્ણય કર્યો છે , ભારતીય કંપનીઓ ને ઉઝબેકિસ્‍તાન ના સંભવિત ખનિજ પ્રોજેક્‍ટો માં ભાગ લેવાની તક ઊભી થઈ શકે છે.

ડિજિટલ ભારત ની   યુપીઆઈ ડિપ્‍લોમસી , પ્રવાસ નું બીજું નોંધપાત્ર પરિણામ યુપીઆઈ આધારિત ડિજિટલ પેમેન્‍ટ સહકાર કહી શકાય, ભારત ની એનપીસીઆઈ ઇન્‍ટરનેશનલ પેમેન્‍ટ્‍સ લિમિટેડ અને ઉઝબેકિસ્‍તાન ના નેશનલ ઇન્‍ટરબેન્‍ક પ્રોસેસિગ સેન્‍ટર વચ્‍ચે ની વ્‍યવસ્‍થા હેઠળ ભારત ની યુપીઆઈ એપ્‍લિકેશનો દ્વારા ઉઝબેકિસ્‍તાન ના યુઝક્‍યૂઆર ક્‍યુઆર કોડ પર વેપારી ચુકવણી કરવાની વ્‍યવસ્‍થા વિકસાવવામાં આવશે , જેનાથી પ્રવાસી ઓ અને વેપારી ઓ માટે ડિજિટલ ચુકવણી વધુ સરળ બની શકે છે.

આ ઉપરાંત આઈટી, કૃત્રિમ બુદ્ધિ અને સ્‍ટાર્ટઅપ ક્ષેત્રે સહકાર ,તાશ્‍કંદ માં ભારત ના સહયોગ થી ૨૦૧૯ માં સ્‍થાપિત આઈટી પાર્ક ને બંને દેશો એ સફળ મોડેલ તરીકે સ્‍વીકાર્યો છે , હવે ટેકનોલોજી પાર્ક, સ્‍ટાર્ટઅપ, કંપની ઓ અને શૈક્ષણિક સંસ્‍થા ઓ વચ્‍ચે સહકાર વધારવા નો નિર્ણય થયો છે , કૃત્રિમ બુદ્ધિ, સાયબર સુરક્ષા, અવકાશ ટેકનોલોજી અને ડિજિટલ પરિવર્તન જેવા ક્ષેત્રોમાં પણ સહકાર વધારવામાં આવશે.

આ પ્રવાસ દરમ્‍યાન શિક્ષણ અને સંસ્‍કૃતિ માં ૧૧ મહત્‍વ ની સમજૂતીઓ / કરારો  થયા છે , જેમાં મુખ્‍યત્‍વે, ૨૦૨૬૩૦ માટે સાંસ્‍કૃતિક આદાનપ્રદાન કાર્યક્રમ , બૌદ્ધ વારસા ના પ્રાચીન સ્‍થળો ફયાઝ તેપા અને કારા તેપા ના સંરક્ષણ માટે સહકાર , આર્કાઇવ ક્ષેત્રે સહકાર આયુર્વેદ અને પરંપરાગત ચિકિત્‍સા , ભૂસ્‍તરશાષ અને ખનિજ સંસાધનો , પ્રવાસન , રાજદ્વારી તાલીમ, આર્થિક અને નાણાકીય સંવાદ , પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ,ઉચ્‍ચ શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધન , ગુજરાત અને સમરકંદ પ્રદેશ વચ્‍ચે ભાગીદારીનો સમાવેશ થાય છે.

ગુજરાત માટે પણ ખાસ મહત્‍વ , આ પ્રવાસ માં ગુજરાત નું નામ પણ સીધું જોડાયું છે,  ગુજરાત અને ઉઝબેકિસ્‍તાન ના સમરકંદ પ્રદેશ વચ્‍ચે ભાગીદારી સંબંધ સ્‍થાપિત કરવા માટે સહકાર કરાર થયો છે , આથી ગુજરાત અને સમરકંદ વચ્‍ચે વેપાર, શિક્ષણ, પ્રવાસન, સાંસ્‍કૃતિક આદાનપ્રદાન અને અન્‍ય ક્ષેત્રોમાં સીધો સહકાર વિકસાવવાની સંભાવના ઊભી થઈ છે.

પર્યાવરણ ક્ષેત્રે પણ ભારતની પહેલ રહી છે, ભારતે આરબ સાગર વિસ્‍તાર માં વૃક્ષારોપણ માટે ૧૦ લાખ અમેરિકી ડોલર ની સહાય જાહેર કરી છે, આ નિર્ણય પર્યાવરણ અને આબોહવા પરિવર્તન ક્ષેત્રે ભારત ની વૈશ્વિક પહેલને પણ દર્શાવે છે , ભારતીય પ્રવાસી ઓ માટે મોટી રાહત થશે, ઉઝબેકિસ્‍તાને ભારતીય નાગરિકો માટે ૩૦ દિવસ ની વિઝા-મુક્‍ત મુસાફરીની વ્‍યવસ્‍થા જાહેર કરી છે , આ નિર્ણયથી બંને દેશો વચ્‍ચે પ્રવાસન, વેપાર અને લોકો વચ્‍ચેના સીધા સંપર્કમાં વધારો થવાની અપેક્ષા છે.

આ પ્રવાસ માં નરેન્‍દ્રભાઈ ની સૌથી મોટી કૂટનીતિક સફળતા કહીએ તો શ્‍ફલ્‍ઘ્‍ માં ભારત ને સમર્થન , ઉઝબેકિસ્‍તાને સંયુક્‍ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ માં ભારત ની કાયમી સભ્‍યપદ ની દાવેદારી ને સમર્થન પુનઃ વ્‍યક્‍ત કર્યું છે , બંને દેશો એ યુએન સુરક્ષા પરિષદ સહિત વૈશ્વિક સંસ્‍થાઓ માં સુધારા ની જરૂરિયાત પર ભાર મૂક્‍યો છે અને વૈશ્વિક દક્ષિણ ના દેશોના હિત માટે સંકલન વધારવાનું નક્કી કર્યું છે.

આ ભારત ની કૂટનીતિ માટે પ્રવાસ નું એક મહત્‍વપૂર્ણ રાજકીય પરિણામ ગણાય છે.

આ ઉપરાંત આતંકવાદ સામે ‘ઝીરો ટોલરન્‍સ' , બંને દેશો એ આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ સામે કડક વલણ જાળવવાની પ્રતિબદ્ધતા વ્‍યક્‍ત કરી છે , ભારત અને ઉઝબેકિસ્‍તાન વચ્‍ચે આતંકવાદ વિરોધી સંયુક્‍ત કાર્યકારી જૂથ મારફતે સહકાર વધુ મજબૂત કરવામાં આવશે.

નરેન્‍દ્ર ભાઈ ને મળ્‍યો ઉઝબેકિસ્‍તાન નો સર્વોચ્‍ચ રાજ્‍ય સન્‍માન, પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીણૂને ઉઝબેકિસ્‍તાન ના સર્વોચ્‍ચ રાજ્‍ય સન્‍માન  ર્ં‘ઓલી દરજાલી દોસ્‍તલિકર્'ં થી સન્‍માનિત કરવામાં આવ્‍યા, આ સન્‍માન ભારતઉઝબેકિસ્‍તાન સંબંધોને મજબૂત બનાવવા માટે મોદી ના યોગદાન ની માન્‍યતા તરીકે આપવામાં આવ્‍યું છે.

વડાપ્રધાન મોદી એ તાશ્‍કંદ માં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાષી ના સ્‍મારક ની મુલાકાત લઈ શ્રદ્ધાંજાલિ અર્પી હતી, તેમણે મહાત્‍મા ગાંધી કેન્‍દ્ર અને તાશ્‍કંદ સ્‍ટેટ યુનિવર્સિટી ઓફ ઓરિએન્‍ટલ સ્‍ટડીઝની પણ મુલાકાત લીધી હતી.

જો સમગ્ર પ્રવાસ નું મૂલ્‍યાંકન કરીએ તો ભારત ને મુખ્‍યત્‍વે છ મોટા વ્‍યૂહાત્‍મક લાભ મળ્‍યા છે,

૧. ભારતઉઝબેકિસ્‍તાન સંબંધો ‘વ્‍યાપક વ્‍યૂહાત્‍મક ભાગીદારી' સુધી પહોંચ્‍યા.

૨. વર્ષ ૨૦૩૦ સુધી ૫ અબજ ડોલર ના વેપાર નું લક્ષ્યાંક નક્કી થયું.

૩. લાંબા ગાળા ના યુરેનિયમ પુરવઠા માટે મહત્‍વપૂર્ણ પગલું લેવાયું.

૪. ક્રિટિકલ મિનરલ્‍સ અને ખનિજ ક્ષેત્રે નવા અવસર ખુલ્‍યા.

૫. યુપીઆઈ અને ડિજિટલ ટેકનોલોજી દ્વારા ભારત ની ડિજિટલ ડિપ્‍લોમસી આગળ વધી.

૬. ઉઝબેકિસ્‍તાન નું ભારતની શ્‍ફલ્‍ઘ્‍ કાયમી સભ્‍યપદ ની દાવેદારી ને સમર્થન ભારતની કૂટનીતિક સ્‍થિતિ માટે મહત્‍વપૂર્ણ છે.

હવે વડાપ્રધાન શ્રી નરેન્‍દ્ર મોદી આ પ્રવાસ ના બે દિવસ પૂર્ણ કરી કિર્ગિસ્‍તાન પહોંચ્‍યા છે, અહીં તેઓ SCO બેઠક માં ભાગ લેશે

(10:37 AM IST)