<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

કિર્ગિસ્‍તાનમાં આજે SCOના મંચ પર એક સાથે હશે મોદી-જિંગપિંગ-પુતિન

મધ્‍ય એશિયાના ભૂ-રાજકીય મંચ પર ભારતની કૂટનીતિક તાકાત, આતંકવાદ વિરોધી વ્‍યૂહરચના અને દ્વિપક્ષીય વાટાઘાટોથી વૈશ્વિક રાજકારણમાં નવા સમીકરણો રચાશે પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ, વેપાર અને પヘમિ એશિયાના સંકટ પર નિર્ણાયક ચર્ચાઓ સાથે મહત્‍વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકો યોજાશે


 

બિશ્‍કેક, તા.૩૧: કિર્ગિસ્‍તાનની રાજધાની બિશ્‍કેક આજે વૈશ્વિક રાજકારણનું મુખ્‍ય કેન્‍દ્ર બની ગયું છે, જ્‍યાં ૨૬મી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટમાં ભાગ લેવા માટે ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી પહોંચી ચૂકયા છે. આ હાઈ-પ્રોફાઈલ સમિટમાં રશિયાના રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન, ચીનના રાષ્‍ટ્રપતિ શી જિનપિંગ, ઈરાનના રાષ્‍ટ્રપતિ મસૂદ પેઝેશ્‍કિયાન અને પાકિસ્‍તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફ જેવા મહાનુભાવો એક જ પ્‍લેટફોર્મ પર સામસામે આવશે. સમગ્ર વિશ્વની નજર ખાસ કરીને પીએમ મોદી અને શી જિનપિંગ વચ્‍ચે થનારી શકય બેઠક અને ચીન-ભારત સંબંધોના ભવિષ્‍ય પર મંડાયેલી છે.

આ વખતની SCO સમિટનો એજન્‍ડા માત્ર ઔપચારિક ચર્ચાઓ પૂરતો સીમિત નથી, પરંતુ પ્રાદેશિક સુરક્ષા, સરહદ પારના આતંકવાદ, નવા વેપાર માર્ગો, ઉર્જા જરૂરિયાતો અને ડિજિટલ સહયોગ જેવા અત્‍યંત મહત્‍વપૂર્ણ મુદ્દાઓને આવરી લે છે. ખાસ કરીને પヘમિ એશિયામાં તાજેતરમાં ફાટી નીકળેલા સંઘર્ષ અને મધ્‍ય એશિયાના સમળદ્ધ ખનિજ ભંડારોનો ઉપયોગ કેવી રીતે કરવો તે અંગે તમામ દેશો વચ્‍ચે ગંભીર મંથન થશે. પીએમ મોદી આ મંચ પરથી આતંકવાદ સામે એકજૂથ થઈને લડવા અને પ્રદેશમાં શાંતિ સ્‍થાપવા માટે ભારતનો સ્‍પષ્ટ અને મક્કમ દ્રષ્ટિકોણ રજૂ કરશે.

બહુપક્ષીય સમિટ ઉપરાંત, પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી આજે ચાર દેશોના વડાઓ સાથે મહત્‍વપૂર્ણ દ્વિપક્ષીય વાટાઘાટો પણ કરશે. જેમાં રશિયન રાષ્‍ટ્રપતિ વ્‍લાદિમીર પુતિન, ઈરાનના રાષ્‍ટ્રપતિ મસૂદ પેઝેશ્‍કિયાન, કિર્ગિસ્‍તાનના રાષ્‍ટ્રપતિ સદિર જાપારોવ અને આર્મેનિયાના પ્રધાનમંત્રીનો સમાવેશ થાય છે. પヘમિ એશિયાના સંકટ બાદ ઈરાની રાષ્‍ટ્રપતિ સાથે પીએમ મોદીની આ પ્રથમ સામ-સામે મુલાકાત હશે, જે કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ સંવેદનશીલ મનાય છે. દિવસભરની આ મહત્‍વપૂર્ણ કૂટનીતિક બેઠકો બાદ સાંજે તમામ નેતાઓ કિર્ગિસ્‍તાનમાં આયોજિત છઠ્ઠી વર્લ્‍ડ નોમાડ ગેમ્‍સના ભવ્‍ય ઉદ્ધાટન સમારોહમાં પણ હાજરી આપશે.

(11:38 AM IST)