હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રાજસ્થાન-ગુજરાતમાં હવે ચોમાસાની વિદાય નિશ્ચિતિ
આઇએમડીના પરિવર્તિત મોડેલ મેપ્સ અનુસાર રાજસ્થાન-ગુજરાતમાં એન્ટી સાયકલોનિક સર્કયુલેશનના પ્રભાવે વરસાદી રાઉન્ડની સંભાવના ગુજરાતમાં હવે નહીવત

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ૩૧, થોડાદિ' પૂર્વે આઇએમડીના ટેનડેઝ ફોરકાસ્ટ મોડેલ મેપ્સમાં ગુજરાતમાં ૬ સપ્ટેબરથી વરસાદી રાઉન્ડની પરફેકટ સંભાવ જોવા મળતી હતી અને સાથે સાથે આશ્ચિયએ પણ જોવા મળતું હતું કે રાજસ્થાનમાં એન્ટી સાયકલોનિક સકર્યુલેશન વેગવાન બની રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાં પણ વરસાદની સંભાવના આ મોડેલ મેપ્સમાં જોવા મળી હતી જો કે આ લોંગ પીરીયડ ફોરકાસ્ટ અર્થાત લાંબા ગાળાનું પૂર્વાનુમાન હોવાથી તેમાં ફેરફારો શકય છે તેવું દર્શાવેલ હતું અને હવે પરિવર્તિત આઇએમડીના મોડેલ મેપ્સમાં રાજસ્થાન-ગુજરાતમાં નવા વરસાદી રાઉન્ડનો છેદ ઉડીને ચોમાસાની વિદાય હવે વહેલી શકય બની રહી છે તેવું દૃશ્યમાન થઇ રહ્યું છે. જો આવનાર દિવસોમાં બંગાળની ખાડી કે અરબ સાગરમાં કોઇ વાવાઝોડા જેવી મજબુત સિસ્ટમ્સ આકાર લે તો જ હવે ગુજરાતમાં વરસાદની આશા રાખી શકાય છે. અન્યથા ચોમાસાની વિદાયની અધિકારીક ઘોષણા આઇએમડી દ્વારા રાહ જોવી રહી









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
