<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સોનામાં વધુ ૧૨૦૦- ચાંદીમાં ૩,૦૦૦ રૂા. તૂટયા

સોનાના ભાવ ઘટીને ૧,૫૯,૮૫૦ અને ચાંદીના ભાવ ૨,૩૮,૦૦૦ રૂા. થયા

રાજકોટ તા.૩૧: બુલિયન માર્કેટમાં નવા સપ્તાહના પ્રારંભે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો થયો હતો. સોનામાં વધુ ૧૨૦૦ અને ચાંદીમાં ૩,૦૦૦ રૂા. તૂટયા છે.

બુલિયન માર્કેટમાં ડોલરમાં મંદીને પગલે સ્‍થાનીક બજારમાં સોનામાં ૧૨૦૦ રૂા. ઘટયા હતા. શનિવારે સોનુ સ્‍ટાન્‍ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૬૧,૦૫૦ હતા તે ઘટીને આજે ૧,૫૯,૮૫૦ થયા છે. સોનાના બિસ્‍કીટમાં ૧૨,૦૦૦ રૂા.નુ ગાબડુ પડયુ છે. સોનાના બીસ્‍કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૬,૧૦,૫૦૦ હતા તે ઘટીને ૧૫,૯૮,૫૦૦ રૂા. થયા છે.

સોનાની સાથે ચાંદીમાં પણ ૩,૦૦૦ રૂા. તૂટયા છે. બુલિયન માર્કેટમાં સેન્‍ટમાં મંદીને કારણે સ્‍થાનીક બજારમાં ચાંદીમાં ૩,૦૦૦ રૂા. ઘટતા ચાંદી ૧ કિલોના ભાવ ૨,૪૧,૦૦૦ રૂા. હતા તે ઘટીને ૨,૩૮,૦૦૦ રૂા. થઇ ગયા છે.

(2:54 PM IST)