<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

સિંગર અંકિત બાલિયાન હત્‍યા કેસના ૨ શૂટર એન્‍કાઉન્‍ટમાં ઠાર

યુપી પોલીસની ૮ ટીમો અંકિતના હત્‍યારાને શોધી રહી હતી

 

 

શામલી,તા.૩૧: ઉત્તર પ્રદેશના શામલીમાં હરિયાણવી ગાયક અને યુટ્‍યુબર અંકિત બાલિયાનની હત્‍યા બાદ યુપી પોલીસ અને STF સતત આરોપીઓની શોધમાં લાગી હતી. હવે આ મામલે પોલીસે મોટી કાર્યવાહી કરતા બે કથિત શૂટરોને એન્‍કાઉન્‍ટરમાં ઠાર કર્યા છે. માર્યા ગયેલા આરોપીઓની ઓળખ સુમિત અને મોહિત તરીકે થઈ છે.

પોલીસની તપાસ મુજબ, અંકિત બાલિયાનની હત્‍યાને અંજામ આપવા માટે કુલ ચાર શૂટર પહોંચ્‍યા હતા. તેમાંથી બેનું એન્‍કાઉન્‍ટર થઈ ચૂક્‍યું છે. તપાસમાં એ પણ સામે આવ્‍યું છે કે ચાર શૂટરો સિવાય અન્‍ય બે લોકો રેકી અને બીજી મદદમાં સામેલ હતા. એટલે કે અત્‍યાર સુધીની તપાસમાં આ હત્‍યાકાંડ સાથે જોડાયેલા કુલ ૬ લોકોની ભૂમિકા સામે આવી છે. ઘટના બાદ પોલીસે આસપાસ લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્‍યા હતા. ફૂટેજના આધારે પોલીસે ચારેય શૂટરોની ઓળખ કરી લીધી હતી. તપાસમાં સામે આવ્‍યું કે ગોળી ચલાવનાર શૂટરો હરિયાણાના હિસાર અને રોહતકના રહેવાસી છે. આ પૈકી એક આરોપી અગાઉ પણ હત્‍યાના ગુનામાં જેલની હવા ખાઇ ચૂક્‍યો છે, જ્‍યારે બાકીના ત્રણ સામે નાના-મોટા ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી છે.

(4:15 PM IST)