<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

નેપાળમાં હોનારતનો મળત્‍યુઆંક ૯૦૩ થયોઃ ૩,૦૦૦થી વધુ લોકો હજુ પણ લાપતા!

૨૦,૦૦૦થી વધુ જવાનો રાહત કામગીરીમાં: ૧૦,૦૦૦થી વધુ લોકોનું રેસ્‍કયુ

 

 

કાઠમંડુ/ચિતવન, તા.૩૧: નેપાળમાં આવેલા વિનાશક પૂરના કારણે સમગ્ર દેશમાં ભારે તારાજી સર્જાઈ છે. પૂરના કારણે અત્‍યાર સુધીમાં ૯૦૩ લોકોના કરૂણ મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે. આ કુદરતી હોનારતમાં દેશના નીચાણવાળા વિસ્‍તારોમાંથી સેંકડો લોકો પાણીના ભારે પ્રવાહમાં વહી ગયા હતા. ખાસ કરીને નેપાળના ચિતવન જિલ્લામાં સ્‍થિતિ અત્‍યંત ગંભીર અને હૃદયદ્રાવક બની છે. અહી પૂરના કેન્‍દ્રથી ભોટેકોશી નદીના રૌદ્ર સ્‍વરૂપમાં વહીને આવેલા આશરે ૨૫૦ જેટલા અજાણ્‍યા મળતદેહો મળી આવ્‍યા છે. ફોરેન્‍સિક ટીમો પર વધતા ભારે દબાણ અને સંગ્રહ ક્ષમતાના અભાવ વચ્‍ચે વહીવટીતંત્રે મળતદેહોની પૂર્ણ ઓળખ થાય તે પહેલાં જ તેમને અસ્‍થાયી કબરોમાં દફનાવવાનું શરૂ કરી દેતાં સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી ગયો છે. સ્‍થાનિક વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂરના પાણીમાં સતત ચાર દિવસ સુધી ડૂબેલા રહેવાને કારણે મોટાભાગના મળતદેહો અત્‍યંત ખરાબ હાલતમાં સડી રહ્યા હતા.

(3:49 PM IST)