<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

3 લાખથી વધુ ઘરો સુધી પહોંચી આ ઈ-સ્કૂટર: આઈક્યૂબ કે ઓલા નહીં, પરંતુ આ દેશી બ્રાન્ડે ઈ-ટૂ-વ્હીલર માર્કેટમાં ધૂમ મચાવીને રચ્યો નવો ઈતિહાસ

ઓગસ્ટ 2026 સુધીમાં 3.02 લાખથી વધુ યુનિટ્સનું રેકોર્ડતોડ વેચાણ; બજાજ ચેતકે વાર્ષિક વેચાણના તમામ જૂના રેકોર્ડ તોડીને માર્કેટમાં બીજું સ્થાન મજબૂત કર્યું.

રાજકોટ, તા.૩૧: ભારતીય ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર (e2W) માર્કેટમાં દરરોજ નવી ક્રાંતિ જોવા મળી રહી છે, પરંતુ આ વર્ષે એક દેશી બ્રાન્ડે એવો કમાલ કરી બતાવ્યો છે જેણે સમગ્ર ઓટો ક્ષેત્રનું ધ્યાન ખેંચ્યું છે. ટીવીએસ આઈક્યૂબ, એથર કે ઓલા જેવા જાણીતા નામો વચ્ચે બજાજ ઓટોના જાણીતા ઈ-સ્કૂટર 'બજાજ ચેતક' (સહયોગી યુલુ સાથે) ઈલેક્ટ્રિક માર્કેટમાં ધમાકેદાર પ્રદર્શન કર્યું છે. વર્ષ 2026ના પ્રથમ 8 મહિનામાં જ (જનવરીથી 30 ઓગસ્ટ સુધી) કંપનીએ 3,02,179 યુનિટ્સ ગ્રાહકોને ડિલિવર કરીને એક નવો માઈલસ્ટોન હાંસલ કર્યો છે.

 

આ આંકડો માત્ર એક વેચાણનો રેકોર્ડ નથી, પરંતુ ભારતીય ગ્રાહકોનો ઈ-વ્હીકલ તરફનો વધતો વિશ્વાસ દર્શાવે છે. ગયા વર્ષે જાન્યુઆરી-ઓગસ્ટ 2025ના ગાળામાં વેચાયેલા 1,80,209 યુનિટ્સની સરખામણીએ બજાજે 68% નો જંગી ગ્રોથ નોંધાવ્યો છે. આ સાથે જ બજાજે કેલેન્ડર યર 2025નો પોતાનો જ વાર્ષિક રેકોર્ડ (2,79,685 યુનિટ્સ) પણ તોડી નાખ્યો છે.

 

બજાજ ચેતકનું મહિનાવાર વેચાણ (CY2026 vs CY2025)

 

મહિનો

CY2026 (યુનિટ્સ)

CY2025 (યુનિટ્સ)

વૃદ્ધિ (%)

જાન્યુઆરી

26,575

22,137

20%

ફેબ્રુઆરી

26,344

22,242

18%

માર્ચ

47,753

36,582

31%

એપ્રિલ

34,600

19,818

75%

મે

39,542

22,641

75%

જૂન

43,529

23,986

81%

જુલાઈ

45,860

20,557

123%

ઓગસ્ટ

37,976

12,246

210%

કુલ

3,02,179

180,209

68%

હાલના વાહન ડેટા અનુસાર, સમગ્ર ભારતીય e2W માર્કેટમાં બજાજ ઓટો 22% માર્કેટ શેર સાથે બીજા ક્રમે મજબૂત સ્થિતિમાં છે. 26% માર્કેટ શેર (3,53,242 યુનિટ્સ) સાથે TVS મોટર પ્રથમ સ્થાને છે, જ્યારે એથર એનર્જી 17% માર્કેટ શેર (2,27,181 યુનિટ્સ) સાથે ત્રીજા ક્રમે છે. માર્ચ 2026માં બજાજે સૌથી વધુ 47,753 યુનિટ્સનું રેકોર્ડ વેચાણ કર્યું હતું.

 

આગામી તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને ઓટો નિષ્ણાતોનું માનવું છે કે બજાજ આગામી 4 મહિનામાં વધુ 1.25 લાખથી 1.50 લાખ યુનિટ્સનું વેચાણ કરશે. આ સાથે વર્ષ 2026ના અંત સુધીમાં બજાજ ચેતકનું કુલ વેચાણ 4.25 લાખથી 4.50 લાખ યુનિટ્સના નવા શિખરે પહોંચી શકે છે.

 

(3:50 PM IST)