News of Monday, 31st August 2026
FSSAIએ એવરેસ્ટ અને લાલજી ગોધૂ કંપનીની હિંગ પર પ્રતિબંધ મુક્યો
રસોડામાં રોજ વપરાતી હિંગ હવે સવાલોના ઘેરામાં એવરેસ્ટના હિંગ પાઉડરના નમૂનામાં નિયત કરતાં ઓછો આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટ મળ્યા

નવી દિલ્હી,તા.૩૧: ભારતીય રસોડામાં રોજિદા વપરાતી હિગ હવે ફૂડ સેફટી નિયમોના ઘેરામાં આવી છે. ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ (FSSAI) કમ્પાઉન્ડેડ હિગ અને હિગની કેટલીક પ્રોડક્ટ્સમાં નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યા બાદ એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ અને લાલજી ગોધૂ એન્ડ કંપની (એલજી) સામે પ્રતિબંધના આદેશો જારી કર્યા છે. બંને કંપનીઓ સામેની આ કાર્યવાહી ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ કરવામાં આવી છે. ઐતિહાસિકવારસો જુઓ
FSSAIએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ કાર્યવાહી અંગે માહિતી આપી હતી. એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટ્સના કમ્પાઉન્ડેડ હિગ, યલો હિગ પાઉડર અને બ્લેક હિગ પાઉડરના નમૂનાઓની તપાસ દરમિયાન તેમાં નિર્ધારિત આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટનું જરૂરી પ્રમાણ ન હોવાનું સામે આવ્યું હતું.
નિયમ મુજબ હિગમાં આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટનું પ્રમાણ ઓછામાં ઓછું ૫ ટકા હોવું જરૂરી છે. જોકે એવરેસ્ટના એક કમ્પાઉન્ડેડ હિગના નમૂનામાં આ પ્રમાણ ૦ ટકા નોંધાયું હતું. એટલે કે જરૂરી લઘુત્તમ ૫ ટકાની સરખામણીએ તેમાં આલ્કોહોલ-સોલ્યુબલ એક્સટ્રેક્ટનું પ્રમાણ સંપૂર્ણપણે ગેરહાજર હતું. જ્યારે યલો હિગ પાઉડરના નમૂનામાં આ પ્રમાણ ૩.૨૯ ટકા અને બ્લેક હિગ પાઉડરના નમૂનામાં ૪.૪ ટકા મળ્યું હતું. બંને નમૂના પણ નિયમ મુજબ જરૂરી ૫ ટકાના પ્રમાણથી ઓછા હતા.
FSSAIએ જણાવ્યું હતું કે આ નમૂનાઓમાં નિર્ધારિત ધોરણોનું પાલન થયું ન હોવાથી બંને કંપનીઓ સામે ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, ૨૦૦૬ હેઠળ પ્રતિબંધના આદેશો આપવામાં આવ્યા છે. આ પ્રકારના આદેશોનો હેતુ બજારમાં ઉપલબ્ધ ખાદ્યપદાર્થો નિર્ધારિત સલામતી અને ગુણવત્તાના ધોરણો પ્રમાણે હોય તે સુનિヘતિ કરવાનો છે.
FSSAIએ એવરેસ્ટ સામેની અગાઉની કાર્યવાહીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં ચિકન મસાલા, ગરમ મસાલા અને એગ કરી પાઉડર જેવી પ્રોડક્ટ્સમાં પણ નિયમોના ઉલ્લંઘન સામે આવ્યા હતા. તેમાં ખાસ કરીને લેબલ પર જરૂરી માહિતી યોગ્ય રીતે ન દર્શાવવાના મુદ્દાઓ સામેલ હતા.
હિગ ભારતીય રસોઈમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં વપરાતી હોવા છતાં મહત્વનું સ્થાન ધરાવે છે.
દાળ, કઢી, શાક અને વિવિધ મસાલેદાર વાનગીઓમાં તેનો ઉપયોગ સ્વાદ અને સુગંધ માટે કરવામાં આવે છે. સામાન્ય રીતે હિગને સીધી રીતે નહીં પરંતુ પાઉડર અથવા અન્ય ઘટકો સાથે મિશ્રિત સ્વરૂપમાં પણ વેચવામાં આવે છે. આવી પ્રોડક્ટ્સ માટે પણ FSSAI દ્વારા નિર્ધારિત ગુણવત્તા અને સલામતીના ધોરણોનું પાલન કરવું જરૂરી છે.(
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
