<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

"પૂર આવી રહ્યું છે, દોડો...": નેપાળમાં કાળ બનીને ત્રાટકેલા પૂર વચ્ચે અજાણ્યા રક્ષકે ૩૭૦ શાળાના બાળકો અને શિક્ષકોને આપ્યું નવજીવન!

એક અજાણ્યા માણસની એક બૂમે ૩૭૦થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મોતના મુખમાંથી ઉગાર્યા: ઉત્તર ગયા પબ્લિક સ્કૂલમાં ઘટેલી આઘાતજનક છતાં પ્રેરણાદાયી ઘટના

નવી દિલ્હી : નેપાળમાં કુદરતે સર્જેલી વિનાશક પૂરની હોનારતે અનેક પરિવારોને તબાહ કરી દીધા છે. પરંતુ આ ઘોર અંધકાર અને તારાજી વચ્ચે માનવતા અને સાહસની એક એવી હૃદયસ્પર્શી વાર્તા સામે આવી છે, જે સાંભળીને દરેક વ્યક્તિના રુંવાડા ઊભા થઈ જાય. બેત્રાવતી વિસ્તારમાં આવેલી ઉત્તર ગયા પબ્લિક સ્કૂલના ૩૭૦થી વધુ માસૂમ બાળકો અને શિક્ષકો માટે એક અજાણ્યો શખ્સ સાક્ષાત 'દેવદૂત' બનીને આવ્યો અને પોતાના એક જ અવાજે બધાના જીવ બચાવી લીધા.

 

"પૂર આવી રહ્યું છે, દોડો!" અને સર્જાયા ભાગદોડના દ્રશ્યો

બુધવારની એ કાળી સવારે ત્રિશુલી બજારથી થોડા જ કિલોમીટર દૂર સ્થિત શાળા પરિસર નજીક નદી પારથી એક અજાણ્યો વ્યક્તિ જીવ બચાવવા દોડતો દોડતો આવ્યો. તેણે સ્કૂલ તરફ જોઈને બૂમ પાડી, "પૂર આવી રહ્યું છે, દોડો!" તેની આ ચેતવણી સાંભળતા જ શાળામાં હાજર શિક્ષકો અને બાળકોએ સહેજ પણ વાર કર્યા વગર તાત્કાલિક સુરક્ષિત જગ્યા તરફ ભાગવાનું શરૂ કરી દીધું.

 

જંગલી ટેકરી બની જીવનરક્ષક કવચ

અજાણ્યા વ્યક્તિનો અવાજ સાંભળીને બાળકો અને શિક્ષકોએ સમય સૂચકતા વાપરી અને શાળાની પાછળ આવેલી ઊંચી જંગલી ટેકરી તરફ દોડ મૂકી હતી. તેઓ ટેકરી પર પહોંચ્યાના થોડા જ મિનિટોમાં પૂરનું રોદ્ર સ્વરૂપ શાળા સુધી પહોંચી ગયું હતું. પૂરના પાણીના પ્રચંડ પ્રવાહે રસ્તાઓ તોડી નાખ્યા અને સમગ્ર વિસ્તારને જળબંબાકાર કરી દીધો. જો એ અજાણ્યા માણસે સમયસર ચેતવણી ન આપી હોત, તો એક મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

 

કરુણતા અને સાહસની અમર ગાથા

નેપાળના આ વિનાશક પૂરમાં એક તરફ જ્યાં પોતાના પુત્રને બચાવવા ગયેલા એક લાચાર પિતાનું દુઃખદ મૃત્યુ થયું, તો બીજી તરફ આ અજાણ્યા હીરોની સમયસૂચકતાએ ૩૭૦થી વધુ ઘરોના દીપક બુઝાતા બચાવી લીધા. પૂર ઓસર્યા બાદ હવે આખા વિસ્તારમાં એ અજાણ્યા રક્ષકના સાહસ અને માનવતાની ચર્ચા થઈ રહી છે, જેને કારણે સેંકડો માસૂમ બાળકો આજે સુરક્ષિત છે.

(6:10 PM IST)