હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
"પૃથ્વી પાસે બસ ૫૦ વર્ષ જ બચ્યા છે!": એલોન મસ્કે આપી મહાવિનાશની ભયાનક ચેતવણી; માનવજાતને બચાવવા મૂક્યો સ્પેસ સેટેલાઇટનો ગ્રાન્ડ પ્લાન
નેપાળના પૂર અને જાપાન-વેનેઝુએલાના ભૂકંપ બાદ એલોન મસ્કનું મોટું નિવેદન: ગ્રીન એનર્જી પણ પૃથ્વીને નહી બચાવી શકે, તાપમાન નિયંત્રિત કરવા ચાંદ પરથી છોડવા પડશે ખાસ ઉપગ્રહો

વોશિંગ્ટન : તાજેતરમાં નેપાળમાં આવેલા વિનાશક પૂર અને જાપાન તેમજ વેનેઝુએલામાં અનુભવાયેલા શક્તિશાળી ભૂકંપોએ સમગ્ર વિશ્વને કંપાવી દીધું છે. કુદરતના આ રૌદ્ર રૂપ વચ્ચે વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને સ્પેસએક્સ (SpaceX) તથા ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે (Elon Musk) પૃથ્વીના ભવિષ્યને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ડરામણી ચેતવણી આપી છે. મસ્કના જણાવ્યા અનુસાર, જો સમયસર કડક અને અનોખા પગલાં લેવામાં નહીં આવે તો આગામી ૫૦ વર્ષોમાં પૃથ્વી પરથી જીવનનો અંત આવી શકે છે.
"ફક્ત ગ્રીન એનર્જીથી પૃથ્વી નહીં બચે"
ગ્લોબલ વોર્મિંગ અને ક્લાયમેટ ચેન્જ પર ચિંતા વ્યક્ત કરતા એલોન મસ્કે સ્પષ્ટ કર્યું છે કે, આપણે અત્યારે જે અક્ષય ઊર્જા (Sustainable Energy) કે ગ્રીન એનર્જી અપનાવી રહ્યા છીએ તે પૃથ્વીને લાંબા ગાળાના આબોહવાના જોખમોથી બચાવવા માટે પુરતી નથી. માનવજાત પાસે પોતાના અસ્તિત્વને બચાવવા માટે હવે માત્ર ૫૦ વર્ષનો જ સમય બાકી રહ્યો છે. જો આ સમયગાળામાં કોઈ ટેકનોલોજિકલ ક્રાંતિ નહીં થાય તો પૃથ્વી પરનો સઘળો વિનાશ નક્કી છે.
ચંદ્ર પરથી સોલાર સેટેલાઇટ છોડવાનો અનોખો પ્રસ્તાવ
આ મહાવિનાશમાંથી પૃથ્વી અને માનવજાતને ઉગારવા માટે મસ્કે એક અદ્ભુત અને વૈજ્ઞાનિક પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેમના મતે પૃથ્વીના વધતા જતા તાપમાનને નિયંત્રિત કરવા માટે ચંદ્ર (Moon) પરથી વિશેષ પ્રકારના અવકાશી ઉપગ્રહો (Space Satellites) લોન્ચ કરવા પડશે. આ સ્પેસ સેટેલાઇટ્સ સૂર્યમાંથી આવતા અતિશય ગરમ કિરણોને પૃથ્વી પર પહોંચતા રોકવામાં અથવા ફિલ્ટર કરવામાં મદદ કરશે, જેથી પૃથ્વીનું વૈશ્વિક તાપમાન કાબૂમાં રાખી શકાય.
વિશ્વભરના વૈજ્ઞાનિકો અને પર્યાવરણવિદો હવે એલોન મસ્કની આ ભવિષ્યવાણી અને સ્પેસ બેઝ્ડ ક્લાયમેટ કન્ટ્રોલ સોલ્યુશનના પ્રસ્તાવ પર ગંભીરતાથી મંથન કરી રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
