News of Tuesday, 1st September 2026
સિંધુ જળ સમજૂતીને લઈને ભારતે કડક વલણ અપનાવતા કોર્ટ ઓફ આર્બિટ્રેશનના કહેવાતા ચૂકાદાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો
ભારતે કહ્યું કે જે સંસ્થાની રચના જ ગેરકાયદે હોય, તેના ચૂકાદાને માનવાનો કોઈ સવાલ જ નથી. ભારતે આ કોર્ટ સમક્ષ કોઈ રજૂઆત પણ કરી નહોતી, તેથી તેના ચૂકાદાની ભારત પર કોઈ અસર નહીં થાય.

નવી દિલ્હી :સિંધુ જળ સમજૂતીને લઈને ભારતે કડક વલણ અપનાવતા કોર્ટ ઓફ આર્બિટ્રેશનના કહેવાતા ચૂકાદાને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત આ કોર્ટની કાયદેસરતાને જ સ્વીકારતું નથી અને તેની રચના ખોટી રીતે કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. ભારતે કહ્યું કે જે સંસ્થાની રચના જ ગેરકાયદે હોય, તેના ચૂકાદાને માનવાનો કોઈ સવાલ જ નથી. ભારતે આ કોર્ટ સમક્ષ કોઈ રજૂઆત પણ કરી નહોતી, તેથી તેના ચૂકાદાની ભારત પર કોઈ અસર નહીં થાય. સાથે જ ભારતે સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો પોતાનો નિર્ણય યથાવત્ રાખ્યો છે. બીજી તરફ, પાકિસ્તાનને આ ચૂકાદાથી રાહત મળવાની આશા હતી, પરંતુ ભારતના કડક વલણથી તેની આશા પર પાણી ફરી વળ્યું છે.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
