તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Tuesday, 1st September 2026
'પદ્માવત'ના જૌહર સીન પર સ્વરા ભાસ્કરના નિવેદનથી વિવાદની જ્વાળા: ગર્ભવતી મહિલાના આત્મદાહના સીન પર કહી એવી વાત કે નેટીઝન્સે કહ્યું- "આ સ્ત્રી મૂર્ખ અને બેશરમ છે!"
દિલ્હીમાં એક કાર્યક્રમ દરમિયાન 'પદ્માવત'ના ક્લાઇમેક્સ સીન પર ફરી કરી તીખી ટીકા: "જો હું બળાત્કાર પીડિતા હોઉં તો શું આ ફિલ્મ મને કાયર કહેવા માંગે છે?" ના સવાલ પર ભારે ટ્રોલિંગ

નવી દિલ્હી, તા.૦૧: સંજય લીલા ભણસાલીની બ્લોકબસ્ટર ફિલ્મ 'પદ્માવત' (Padmaavat) ના રિલીઝના વર્ષો બાદ પણ તેના ક્લાઇમેક્સ અને જૌહર (Jauhar) સીન પરનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. બોલીવુડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે (Swara Bhasker) તાજેતરમાં દિલ્હી ખાતે આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ફિલ્મમાં રાણી પદ્માવતી અને અન્ય મહિલાઓ દ્વારા કરવામાં આવેલા સામૂહિક આત્મદાહના ચિત્રણ પર ફરી એકવાર સનસનાટીભર્યા સવાલો ઉઠાવ્યા છે.
સ્વરાએ જૌહરના આ સીનને અત્યંત સમસ્યાજનક ગણાવતાં જ સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે અને નેટીઝન્સ તેને ભારે ટ્રોલ કરી રહ્યા છે.
"શું બળાત્કાર એ સ્ત્રીના જીવનનો અંત છે?" – સ્વરા ભાસ્કર
દિલ્હીના કાર્યક્રમમાં પોતાની વાત મુકતાં સ્વરા ભાસ્કરે કહ્યું હતું કે, "ફિલ્મમાં જ્યારે ૮૦૦ મહિલાઓને જૌહર કરતી દર્શાવવામાં આવે છે, ત્યારે તે જોઈને મને વિચાર આવ્યો કે - 'ભગવાન ના કરે, જો હું કોઈ બળાત્કાર પીડિતા હોઉં, તો આ ફિલ્મ મને શું સંદેશ આપી રહી છે? શું એવું કે મેં મારું 'સન્માન' બચાવવા આત્મહત્યા ન કરી એટલે હું કાયર છું?'"
તેણે આગળ પ્રશ્ન ઉઠાવ્યો હતો કે જે સમાજમાં બળાત્કાર પહેલાથી જ એક મહામારી સમાન બની ગયો છે, ત્યાં શું આપણે બળાત્કારથી બચી ગયેલી મહિલાઓને એવો સંદેશ આપવા માગીએ છીએ કે તેઓ જીવવાને લાયક નથી? અથવા જો તેઓ ખરેખર બહાદુર હોત તો તેમણે આત્મહત્યા કરી લીધી હોત?
ગર્ભવતી મહિલાના ક્લોઝઅપ સીન પર ગુસ્સો અને 'છી!' ની બૂમ
સ્વરાએ એક ચોક્કસ શોટનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે એક ગર્ભવતી મહિલાના પેટનો ક્લોઝઅપ દેખાડવામાં આવ્યો હતો, જે જોઈને તેને ખૂબ જ ગુસ્સો આવ્યો હતો અને તેના મોંમાંથી 'છી!' નીકળી ગયું હતું. તેણે કહ્યું, "તમે એવું દર્શાવવા માગો છો કે ગર્ભમાં રહેલી બાળકી પણ જન્મ લેવાને લાયક નથી કારણ કે ભવિષ્યમાં તેના પર કોઈ મુસ્લિમ શાસક દ્વારા અત્યાચાર કે બળાત્કાર થઈ શકે છે? આ દ્રશ્ય ભયંકર હતું."
ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૮માં પણ સ્વરાએ ભણસાલીને ખુલ્લો પત્ર લખીને કહ્યું હતું કે આ ફિલ્મ જોયા બાદ તેને માત્ર એક 'યોનિ' હોવાનો અહેસાસ થયો હતો.
સોશિયલ મીડિયા પર નેટીઝન્સનો આક્રોશ: "આ સ્ત્રીને માનસિક સારવારની જરૂર છે"
સ્વરા ભાસ્કરનું આ નિવેદન વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર યુઝર્સે તેનો ઉધડો લીધો હતો:
• યુઝર ૧: "આ સ્ત્રી સંપૂર્ણપણે બેશરમ છે. તેને સમાજથી અલગ કરીને કોઈ આશ્રયસ્થાન કે માનસિક હોસ્પિટલમાં મોકલવાની જરૂર છે."
• યુઝર ૨: "સંપૂર્ણ મૂર્ખ અને અવિશ્વસનીય ટિપ્પણી."
• યુઝર ૩: "ઓહ સ્વરા, તમે કેટલી હદ સુધી મૂર્ખ હોઈ શકો છો!"
લોકોનું કહેવું છે કે સ્વરા ઐતિહાસિક સંદર્ભ અને રાજપૂત મહિલાઓના આત્મસન્માન અને બલિદાનની ગાથાને પોતાના રાજકીય એજન્ડા સાથે જોડીને હિંદુ ઈતિહાસ અને પરંપરાનું અપમાન કરી રહી છે.
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
