હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઈમરાન ખાન અને બુશરા બીબીને અદાલતની મોટી રાહત: જેલમાં એકાંત કેદ પર મૂકાયો પ્રતિબંધ; દંપતીને જેલના સળિયા પાછળ મળવાની અને પરિવાર સાથે વાત કરવાની મંજૂરી
ઈસ્લામાબાદ હાઈકોર્ટે અદિયાલા જેલ પ્રશાસનને આપ્યા કડક આદેશ: પૂર્વ વડાપ્રધાનને અખબારો, પુસ્તકો અને યોગ્ય તબીબી સુવિધાઓ આપવા સાથે 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા તકીદ.

ઈસ્લામાબાદ, તા. 01 સપ્ટેમ્બર 2026: પાકિસ્તાનના રાજકારણમાં સતત ચાલી રહેલા હાઈડ્રામા વચ્ચે અદિયાલા જેલમાં બંધ ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી માટે રહાતના સમાચાર આવ્યા છે. પાકિસ્તાનની અદાલતે જેલ પ્રશાસન દ્વારા બંનેને એકાંત કેદ (Solitary Confinement) માં રાખવા સામે સખત વાંધો ઉઠાવતા તેના પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આ સાથે જ કોર્ટે ઈમરાન ખાનને તેમની પત્ની બુશરા બીબી સાથે જેલમાં મુલાકાત કરવાની તથા વિદેશમાં રહેતા તેમના પુત્રો સાથે ટેલિફોનિક વાતચીત કરવાની પણ પરવાનગી આપી દીધી છે.
પરિવારની અરજી પર ઈસ્લામાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
ઈમરાન ખાનની બહેન અલીમા ખાન અને બુશરા બીબીની પુત્રી મુબાશ્રા ખાવર માનેકા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સંભળવણી કરતા ઈસ્લામાબાદ હાઈકોર્ટ (IHC) ના જસ્ટિસ ખાદીમ હુસૈન સૂમરોએ આ મહત્વનો આદેશ આપ્યો હતો. કોર્ટે અદિયાલા જેલના સુપરિન્ટેન્ડેન્ટને આદેશ આપ્યો છે કે જેલના નિયમો મુજબ પરિવારના સભ્યોની મુલાકાત સુનિશ્ચિત કરવામાં આવે અને આદેશોનું પાલન કરીને 15 દિવસની અંદર અદાલત સમક્ષ રિપોર્ટ રજૂ કરવામાં આવે.
જેલમાં પુસ્તકો, અખબારો અને મેડિકલ સેવાઓ અપાશે
અદાલતે જેલ પ્રશાસનને સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે ઈમરાન ખાનને દૈનિક અખબારો અને વાંચન માટે પુસ્તકો પૂરા પાડવામાં આવે. આ ઉપરાંત તેમની કથળતી તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને જેલના નિયમો અનુસાર યોગ્ય તબીબી સંભાળ આપવાની બાંયધરી પણ મંગાઈ છે. નોંધનીય છે કે ઓગસ્ટ 2023થી જેલમાં બંધ ઈમરાન ખાનના સમર્થકો અને પરિવારે વારંવાર આરોપ લગાવ્યો હતો કે જેલ પ્રશાસન તેમને પાયાની સુવિધાઓથી વંચિત રાખી રહ્યું છે.
બુશરા બીબી અને ઈમરાન ખાનની કાનૂની મુશ્કેલીઓ
બુશરા બીબીને જાન્યુઆરી 2024માં ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા બાદ જેલમાં મોકલવામાં આવ્યા હતા, અને ઓક્ટોબર 2024માં જામીન મળ્યા હતા. પરંતુ જાન્યુઆરી 2025માં અન્ય એક ભ્રષ્ટાચાર કેસમાં સજા થતાં તેઓ ફરી અદિયાલા જેલમાં કેદ છે.
ગયા મહિને પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ખાનની આંખની બીમારી અને સ્વાસ્થ્યની ચિંતાને ધ્યાનમાં રાખીને તેમને ખાનગી 'શિફા ઈન્ટરનેશનલ હોસ્પિટલ'માં દાખલ કરવા આદેશ કર્યો હતો, જોકે સરકારે ઓગસ્ટ મહિનામાં તેમને સરકારી PIMS હોસ્પિટલમાં ચેકઅપ માટે મોકલીને ફરી જેલમાં ખસેડ્યા હતા. અદાલતના આ તાજેતરના નિર્ણયથી ઈમરાન ખાનના સમર્થકોમાં આશાનું નવું કિરણ જાગ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
