હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભિવંડીમાં સગીરાની છેડતી કરનાર ૬૨ વર્ષના વૃદ્ધની ધરપકડ; તાવરે વાડી વિસ્તારની ચાલમાં સનસનાટી
કુતરાને રોટલી ખવડાવવા નીકળેલી ૧૪ વર્ષની બાળકી સાથે પાડોશમાં રહેતા વૃદ્ધે અશ્લીલ હરકતો કરી; માતાની ફરિયાદ બાદ પોલીસની કડક કાર્યવાહી

થાણે, તા.૦૧: ભિવંડીના તાવરે વાડી વિસ્તારમાં આવેલી એક ચાલમાં માનવતા અને પાડોશ ધર્મને શરમાવે તેવી એક શરમજનક ઘટના સામે આવી છે. ૧૪ વર્ષની એક સગીર બાળકીનો વિનયભંગ કરવા અને તેની સામે અશ્લીલ ટિપ્પણીઓ કરવાના ગંભીર આક્ષેપ હેઠળ પોલીસે પાડોશમાં જ રહેતા ૬૨ વર્ષના એક સિનિયર સિટિઝનની ધરપકડ કરી જેલહવાલે કર્યો છે. આ ઘટનાને પગલે સમગ્ર ભિવંડી વિસ્તારમાં ભારે રોષ અને સનસનાટી વ્યાપી ગઈ છે.
મળતી માહિતી મુજબ, આરોપી વૃદ્ધ સ્થાનિક પાવરલૂમ યુનિટમાં મજૂરી કામ કરે છે અને પીડિત બાળકીના ઘરની નજીક જ ચાલમાં રહે છે. રવિવારની રાત્રે જ્યારે ૧૪ વર્ષની બાળકી ઘરની નજીક આવેલી ખુલ્લી જગ્યામાં મૂંગા શ્વાનને ખોરાક આપી રહી હતી, ત્યારે આ વૃદ્ધની દાનત બગડી હતી. તેણે બાળકીની એકલતાનો ગેરલાભ ઉઠાવી તેની સાથે અશ્લીલ હરકતો કરી વિનયભંગ કર્યો હતો અને વિકૃત ટિપ્પણીઓ કરી હતી.
બાળકીએ ઘરે આવીને આપવીતી જણાવતાં જ તેની માતાએ સહેજ પણ વિલંબ કર્યા વગર ભિવંડી પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. માતાની લેખિત ફરિયાદના આધારે ભિવંડી પોલીસે ત્વરિત પગલાં ભરતાં ભારતીય ન્યાય સંહિતા (BNS) ની સંબંધિત કલમો તથા બાળકોને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા કડક 'પોક્સો' (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી વૃદ્ધની અટકાયત કરી લીધી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
