હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ડોક્ટરો પર હુમલો કરનારાઓ જામીનને લાયક નથી: સુપ્રીમ કોર્ટે હોસ્પિટલ પ્રશાસન સામે ગુંડાગીરી કરનાર શિવસેનાના કોર્પોરેટરને આડે હાથ લીધા
શાસ્ત્રીનગર હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાના કેસમાં ડૉક્ટરો અને નર્સો પર હુમલો કરનાર રમેશ મ્હાત્રેની અરજી ફગાવી; હાઇકોર્ટની કડક શરતો પર સુપ્રીમની મહોર

નવી દિલ્હી : દેશમાં તબીબી સેવાઓ પૂરી પાડતા ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની સુરક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને લાલ આંખ કરતી ટિપ્પણી કરી છે. હોસ્પિટલની અંદર ડૉક્ટરો પર હુમલો કરવાના મામલામાં બોમ્બે હાઇકોર્ટની કડક જામીન શરતોને પડકારતી શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રેની અરજી પર સુનાવણી કરતા સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "ડોક્ટરો પર હુમલો કરનારાઓ જામીન મેળવવાને જરાય પાત્ર નથી."
સુપ્રીમ કોર્ટની બેન્ચે આ કેસની ગંભીરતા દાખવતા સખત શબ્દોમાં ફિટકાર વરસાવી હતી કે જો હોસ્પિટલોમાં જઈને આ રીતે ડૉક્ટરો અને તબીબી કર્મચારીઓને ધમકાવવામાં કે મારવામાં આવશે, તો કટોકટીના સમયે મોટા પાયે દર્દીઓની સારવાર અને મદદ કોણ કરશે? આવી ઘૃણાસ્પદ હરકતો બિલકુલ વાજબી નથી અને આ પ્રકારના ગુનેગારો જામીન મેળવવાના હકદાર નથી. જ્યારે ભીડ દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યારે મેડિકલ સ્ટાફને જે માનસિક આઘાત સહન કરવો પડે છે તેની કલ્પના કરો, તેમ કહીને અદાલતે આરોપીને કોઈ પણ પ્રકારની નરમાઈ આપવાનો ઇનકાર કર્યો હતો.
શું છે સમગ્ર પ્રકરણ?
આ ઘટના ગત ૬ જુલાઈના રોજ ડોમ્બિવલીની શાસ્ત્રીનગર જનરલ હોસ્પિટલમાં બની હતી. હોસ્પિટલના નિયોનેટલ ઇન્ટેન્સિવ કેર યુનિટ (NICU) માં બેડ ખાલી ન હોવાને કારણે એક સગર્ભા મહિલાને મુંબઈની સાયન હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી. આ તબીબી કારણને સમજ્યા વગર શિવસેનાના કોર્પોરેટર રમેશ મ્હાત્રે અને તેમના સાથીઓએ હોસ્પિટલમાં જઈને ડૉક્ટર વૈભવ સાલુંખે, ડૉક્ટર શ્રુતિ બાવિસ્કર તેમજ બે નર્સો પર ઉગ્ર હુમલો કર્યો હતો અને ગાળાગાળી કરી હતી. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં સ્પષ્ટપણે કેદ થઈ ગઈ હતી.
બોમ્બે હાઇકોર્ટે અગાઉ મ્હાત્રેને જામીન આપતી વખતે ચાર્જશીટ દાખલ ન થાય ત્યાં સુધી મહારાષ્ટ્રની બહાર રહેવાની અને અઠવાડિયામાં ત્રણ વખત સ્થાનિક પોલીસ સ્ટેશને હાજર રહેવાની કડક શરત મૂકી હતી અને બાદમાં તેના પર સ્ટે પણ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટમાં મ્હાત્રેના વકીલ મુકુલ રોહતગીએ હાઇકોર્ટના સ્ટે સામે દલીલો કરી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટની બેન્ચે તમામ દલીલો ફગાવી દીધી હતી અને હાઇકોર્ટના આદેશને માન્ય રાખવાના સ્પષ્ટ સંકેતો આપ્યા હતા.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
