હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વડનગરની પવિત્ર ભૂમિ પર એકનાથ શિંદેનું અસ્ખલિત ગુજરાતી! વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિને મહારાષ્ટ્રના નેતાએ જીત્યા ગુજરાતીઓના દિલ
‘વડનગરની ધરતીના સપૂતના લીધે આખો દેશ ગૌરવ અનુભવે છે’: મહારાષ્ટ્રની ૧૨ કરોડ જનતા અને શિવસેના વતી આપી હાર્દિક શુભેચ્છાઓ

વડનગર, તા.૧૭: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે વડનગર ખાતે આયોજિત વિશેષ ‘સેવા સંકલ્પ અભિયાન’ કાર્યક્રમમાં એક અનોખો અને ઉત્સાહવર્ધક નઝારો જોવા મળ્યો હતો. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પોતાના સંબોધનની શરૂઆત સ્પષ્ટ અને મીઠી ગુજરાતી ભાષામાં કરીને મંચ પર હાજર તમામ મહાનુભાવો અને જનમેદનીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. તેમણે ગુજરાતીમાં વડનગરની પવિત્ર ભૂમિને શત-શત નમન કરીને સૌના દિલ જીતી લીધા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના દિગ્ગજ નેતાઓની વિશિષ્ટ ઉપસ્થિતિ વચ્ચે એકનાથ શિંદેએ વડનગરની માટીને નમન કરતા જણાવ્યું હતું કે, “વડનગરની ધરતીના સપૂત આજે સમગ્ર દેશ અને દુનિયાના લાડલા બની ગયા છે, અને આ પાવન ધરતી પર આવીને મને અત્યંત ગૌરવની અનુભૂતિ થઈ રહી છે.”
વધુમાં તેમણે સમગ્ર મહારાષ્ટ્રની ૧૨ કરોડ જનતા અને શિવસેના પરિવાર વતી દેશના તેજસ્વી અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિનની હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર દેશમાં વડાપ્રધાનશ્રીના જન્મદિન નિમિત્તે સેવાકાર્યો અને ઉત્સાહભેર કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે મહારાષ્ટ્રના આ મોભાદાર નેતાના મુખેથી ગુજરાતી બોલાતા સમગ્ર સભાખંડ તાળીઓના ગડગડાટથી ગુંજી ઊઠ્યો હતો.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
