News of Friday, 25th September 2026
બ્રિટનના લિસેસ્ટરમાં હાર્દિકભાઈ જોષીના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન : સનાતન મંદિરમાં રવિવારથી થશે પ્રારંભ
સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમાર અને ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય વિદેશની ધરતી પર ધર્મગાથાનું કરાવશે રસપાન : તા. ૨૭ થી ૩ સુધી યોજાશે કથામૃત

ઈશ્વરિયા:બ્રિટનના લિસેસ્ટર સ્થિત શ્રી સનાતન મંદિરમાં આગામી રવિવારથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં વ્યાસાસને જાણીતા કથાકાર હાર્દિકભાઈ જોષી બિરાજીને શ્રદ્ધાળુઓને ભાગવત કથાગાનનું રસપાન કરાવશે.
વિદેશની ધરતી પર સનાતન ધર્મનો મહિમા પ્રસરાવતા કથાકાર હાર્દિકભાઈ જોષી એ ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શિષ્ય અને સાંદિપની વિદ્યાનિકેતનના ઋષિકુમાર છે. તેમના મુખારવિંદથી વહેનારી આ કથામાં બ્રિટનમાં વસતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે.
શ્રી સનાતન મંદિર ખાતે યોજાનાર આ શ્રીમદ્ ભાગવત કથાનો પ્રારંભ આગામી રવિવાર, તા. ૨૭ થી થશે અને શનિવાર, તા. ૩ ના રોજ કથાની પૂર્ણાહુતિ થશે. આ ધાર્મિક મહોત્સવને લઈને લિસેસ્ટરના સનાતન ધર્મપ્રેમી નાગરિકો અને હરિભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
