<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 26th September 2026

આનંદો.. આવતા વર્ષે બાપ્‍પા ૧૧ દિવસ વહેલા આવશેઃ ૪ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થી

ભાવભીની વિદાય આપનારા ભક્‍તો માટે હવે ૩૪૩ દિવસનો ઈન્‍તજાર

મુંબઇ તા.૨૬: શુક્રવારે અનંત ચતુર્દશી સાથે ગણેશોત્‍સવ પર્વનું સમાપન થયું હતું. ભક્‍તોએ ભારે હૈયે દુંદાળા દેવને ભાવભીની વિદાય આપી હતી. તે સાથે જ અગલે બરસ તુ જલ્‍દી આ..નો કોલ આપ્‍યો હતો. જોકે, હિન્‍દુ પંચાગ વ્‍યવસ્‍થા પ્રમાણે આવતા વર્ષે હકિક્‍તમાં ગણેશજી ૧૧ દિવસ વહેલા આવશે. આવતા વર્ષે ૨૦૨૭માં ૪ સપ્‍ટેમ્‍બરે ગણેશજીની પધરામણી થશે અને ૧૪ સપ્‍ટેમ્‍બરે અનંત ચતુર્દશી સાથે શ્રીજીને વિદાય અપાશે. દરમિયાન અનેક સંયોગો સાથે આવતા વર્ષનો ગણેશોત્‍સવ પણ વિશેષ સાબિત થશે. આવતા વર્ષે ૪ સપ્‍ટેમ્‍બરના શનિવારના રોજ ગણેશજીની સ્‍થાપના થશે અને ૧૪ સપ્‍ટેમ્‍બરના મંગળવારે ઉત્‍થાપન સાથે શ્રીજીને વિદાય અપાશે. આવતા વર્ષે ૧૧ દિવસનું પર્વ રહેશે. એટલું જ નહીં, સૌથી રોચક બાબત એ છે કે, આવતા વર્ષે ગણેશોત્‍સવ પર્વ ૧૧ દિવસ વહેલો આવશે. હકિકતમાં, હિન્‍દુ પંચાગ વ્‍યવસ્‍થા પ્રમાણે અધિક માસની ગણતરીને આપીન હિન્‍દુ સમુદાયના ધર્વોની તારીખ આગળ પાછળ થાય છે. ગત વર્ષે ૨૦૨૫માં ૨૪ સપ્‍ટેમ્‍બરના ગુરુવારે ગણેશ વિસર્જન બાદ હિન્‍દુ સંવત વર્ષમાં અધિક મહિનો આવતો હોવાથી આ વર્ષે ૨૦૨૬માં ગણેશોત્‍સવ પર્વ માટે ૩૭૫ દિવસની રાહ જોવી હતી. મે-જૂન માસમાં અધિકને કારણે ચાલુ વર્ષે તમામ પર્વો મોડા આવ્‍યા હતા. જયારે હવે આગામી વર્ષે તમામ પર્વો ૧૧ દિવસ વહેલા આવશે. ચાલુ વર્ષે ૧૪ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ હતી, જ્‍યારે આગામી વર્ષે ૨૦૨૭માં ૪ સપ્‍ટેમ્‍બરે ગણેશ ચતુર્થી હોય ૧૧ દિવસ વહેલા પર્વ આવશે. જ્‍યોતિષીના જણાવ્‍યા મુજબ, હિન્‍દુ પંચાગ અને ધર્મ પ્રમાણે અધિક માસને વધારાનો મહિનો કહેવામાં આવે છે. અધિક માસ દર ત્રણ વર્ષે આવે છે. હાલમાં ૨૦૨૬માં મે-જૂન માસમાં અધિક માસને કારણે હિન્‍દુ તહેવારો વહેલા-મોડા થયા છે. આગામી વર્ષે પણ તેની અસર જોવા મળશે.

(10:26 AM IST)