હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં જ્વેલરી સેક્ટરનો વધુ એક ચમકારો: નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરીનો ₹108 કરોડનો IPO 30 સપ્ટેમ્બરે ખુલશે, જાણો તમામ વિગતો!
₹70-₹75 ની પ્રાઇસ બેન્ડ અને 200 શેરનો લોટ; લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી બનાવતી કંપનીના શેર 8 ઓક્ટોબરે BSE અને NSE પર થશે લિસ્ટ

મુંબઈ : પ્રાથમિક શેરબજાર એટલે કે મેન બોર્ડ સેગમેન્ટમાં નવો IPO લાવવા માટે કંપનીઓ વચ્ચે ભારે હોડ જામી છે, ત્યારે આ રેસમાં હવે વધુ એક પ્રખ્યાત જ્વેલરી બ્રાન્ડનું નામ ઉમેરાવા જઈ રહ્યું છે. લેબ-ગ્રોન ડાયમંડ-સ્ટડેડ ગોલ્ડ જ્વેલરીના ઉત્પાદન અને ડિઝાઇનિંગ સાથે સંકળાયેલી નિત્યાસ જેમ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ કંપની પોતાનો ₹108.35 કરોડનો પબ્લિક ઇશ્યૂ (IPO) લઈને આવી રહી છે. આ IPO રોકાણકારો માટે આગામી 30 સપ્ટેમ્બરના રોજ ખુલશે અને 5 ઓક્ટોબર સુધી બુકિંગ કરી શકાશે.
આ જાહેર ભરણ દ્વારા કંપની 1.45 કરોડ નવા શેર ઇશ્યૂ કરશે. જેના માટે શેરદીઠ ₹70 થી ₹75 ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે, જ્યારે મિનિમમ લોટ સાઈઝ 200 શેરની રાખવામાં આવી છે. 6 ઓક્ટોબરે શેરની ફાળવણી (Allotment) આખરી કરવામાં આવશે અને 8 ઓક્ટોબરના રોજ કંપનીના શેરનું NSE અને BSE પર ગ્રાન્ડ લિસ્ટિંગ થશે. આ ઇશ્યૂ માટે ચોઇસ કેપિટલ એડવાઇઝર્સ બુક રનિંગ લીડ મેનેજર છે અને બિગશેર સર્વિસિસ રજિસ્ટ્રાર તરીકે સેવા આપી રહી છે.
કંપનીના નાણાકીય સ્વાસ્થ્ય અંગે વાત કરીએ તો, નાણાકીય વર્ષ 2025-26 માં કંપનીની આવક 110 ટકાના જંગી ઉછાળા સાથે ₹203.33 કરોડ નોંધાઈ છે, જ્યારે ચોખ્ખો નફો 128 ટકા વધીને ₹22.32 કરોડ થયો છે. સુરતમાં ઉત્પાદન એકમ ધરાવતી આ કંપની ભારત ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, તાઇવાન, કેન્યા અને UAE માં પણ જ્વેલરી સપ્લાય કરે છે. GIVA, Palmonas અને Ladia Diamonds જેવા જાણીતા B2B બ્રાન્ડ્સ પણ તેના મુખ્ય ગ્રાહકોમાં સામેલ છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
