તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
પંજાબમાં ફરી ભાજપ અને અકાલીદળનું ગઠબંધન :બંને સાથે મળીને ચૂંટણી લડશે:સત્તાવાર જાહેરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ ગઠબંધનનું એલાન કર્યું

પંજાબમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય સમીકરણો ઝડપથી બદલાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને શિરોમણિ અકાલી દળ (SAD) એ ફરી એકવાર સાથે મળીને ચૂંટણી લડવાની સત્તાવાર જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને SAD પ્રમુખ સુખબીર સિંહ બાદલે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરીને આ ગઠબંધનનું એલાન કર્યું છે. જાહેરાત દરમિયાન અમિતભાઈ શાહે NDA પરિવારમાં સૌથી જૂના સાથીનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
