તા. ૨૪ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૫ મંગળવાર
News of Tuesday, 24th November 2026
દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી : ઈમેલમાં લખ્યું ખાલિસ્તાન ઝિંદાબાદ, FIR નોંધાઈ
29 નવેમ્બરે NICE ગ્રાઉન્ડ મદાવરામાં યોજાનારા શોમાં IED બ્લાસ્ટ અને મદાવરા મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવવાની ચેતવણી, બાળકોને ન લાવવા અને મેટ્રોમાં મુસાફરી ન કરવા કહ્યું

બેંગલુરુ તા.૨૪ : પંજાબી ગાયક દિલજીત દોસાંજના બેંગલુરુ કોન્સર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ મચી ગયો છે, દિલજીતનો કોન્સર્ટ 29 નવેમ્બરે બેંગલુરુના મદાવરા ખાતે NICE ગ્રાઉન્ડમાં યોજાવાનો છે, આ અંગે એક ધમકીભર્યો ઈમેલ હુબ્બલી-ધારવાડ મહાનગરપાલિકા કમિશનરના સત્તાવાર ઈમેલ આઈડી પર મળ્યો હતો, આ ઈમેલમાં 29 નવેમ્બરે કોન્સર્ટ દરમિયાન IED બ્લાસ્ટ કરવાની ધમકી આપવામાં આવી છે, સાથે જ મદાવરા મેટ્રો સ્ટેશનને પણ નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી છે, ઈમેલના અંતે ખાલિસ્તાન ઝિંદાબાદ લખવામાં આવ્યું છે અને પ્રતિબંધિત સંગઠન બબ્બર ખાલસા પરમાર-કેનેડાનો પણ ઉલ્લેખ હોવાનું સામે આવ્યું છે, ઈમેલ મોકલનારે દર્શકોને બાળકોને કોન્સર્ટમાં ન લાવવા, રસ્તામાં પડેલા અજાણ્યા આઈફોન ન ઉપાડવા કે તેના પર આવતા કોલનો જવાબ ન આપવા અને મેટ્રો ટ્રેનમાં મુસાફરી ન કરવા ચેતવણી આપી છે, આ અંગે બેંગલુરુ નોર્થ CEN ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે FIR નોંધવામાં આવી છે, પોલીસે જણાવ્યું છે કે 9 નવેમ્બરે બપોરે લગભગ 3 વાગ્યે કંટ્રોલ રૂમમાંથી મદનાયકનહલ્લી પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર શિવરાજ એમજેને આ ઈમેલ અંગે જાણ કરવામાં આવી હતી, તપાસમાં સામે આવ્યું છે કે આ ઈમેલ [email protected] પરથી મોકલવામાં આવ્યો હતો, પોલીસે આ ઈમેલ એકાઉન્ટનું મૂળ અને IP એડ્રેસ શોધવા તપાસ શરૂ કરી છે, કેસ ઈન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 અને ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(4) ગુનાહિત ધમકી અને કલમ 353(1)(b) જાહેર ઉપદ્રવ ફેલાવતા નિવેદનો હેઠળ નોંધવામાં આવ્યો છે, પોલીસે બેંગલોર ઇન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર BIEC ના મેનેજમેન્ટ સાથે સંપર્ક કરતા તેમણે 29 નવેમ્બરે NICE ગ્રાઉન્ડમાં દિલજીતનો કોન્સર્ટ યોજાવાનું કન્ફર્મ કર્યું છે, ઉલ્લેખનીય છે કે આ પહેલા ઇન્દોર અને અમદાવાદમાં પણ દિલજીતના કોન્સર્ટને લઈને વિવાદ અને સુરક્ષાની ચિંતા સામે આવી હતી, ઇન્દોરમાં 15 નવેમ્બરના શો પહેલા મેયર ઓફિસ, ખાનગી સ્કૂલો અને હાઇકોર્ટની ગ્વાલિયર બેન્ચને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી, અમદાવાદમાં 21 નવેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલા શોમાં પણ કડક સુરક્ષા ગોઠવવામાં આવી હતી અને ત્યાંથી દિલ્હીની ગેંગના બે શખ્સોની મોબાઇલ ચોરીના આરોપમાં ધરપકડ થઈ હતી, દિલજીત હાલ તેના AURA ઇન્ડિયા ટૂર 2026 હેઠળ દેશભરમાં શો કરી રહ્યો છે, જેમાં 27 નવેમ્બરે મુંબઈ, 29 નવેમ્બરે બેંગલુરુ, 5 ડિસેમ્બરે લખનઉ, 12 ડિસેમ્બરે ચંડીગઢ અને 19 ડિસેમ્બરે કોલકાતામાં શો યોજાવાના છે, બેંગલુરુ કોન્સર્ટને લઈને હાલ કોઈ ફેરફારની જાહેરાત થઈ નથી, પરંતુ પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવાની તૈયારી શરૂ કરી છે, આ ધમકી અફવા છે કે સાચી તે અંગે તપાસ ચાલી રહી છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
