તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
વિશ્વની ટોપ ૧૦ બેન્કોમાં ચીનની ૭: ટોપ ૧૦૦માં બાવીસ ચાઇનીઝ બેન્કોઃ ભારત માટે ચિંતાનો વિષય
સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર્સ ગ્લોબલના એપ્રિલ ૨૦૨૬ના સંકલનમાં ભારતની સૌથી મોટી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા વૈશ્વિક સ્તરે ૪૫મા ક્રમે અને HDFC બેન્ક ૭૬મા ક્રમે છે

લંડન,તા.૧૬: વિશ્વમાં બેન્કોનું વાર્ષિક રેન્કિંગ કરતા મેગેઝિન ‘ધ બેન્કર'ના તાજેતરના રેન્કિંગમાં વિશ્વની ટોચની ૧૦ બેન્કોમાંથી ૭ પર ચીનનું નિયંત્રણ છે. કોઈ ભારતીય બેન્ક એની નજીક નથી જે ભારત માટે ચિંતાનો વિષય છે. ઇન્ડસ્ટ્રિયલ ઍન્ડ કમર્શિયલ બેન્ક ઑફ ચાઇના (ICBC), ચાઇના કન્સ્ટ્રક્શન બેન્ક, ઍગ્રિકલ્ચરલ બેન્ક ઑફ ચાઇના અને બેન્ક ઑફ ચાઇનાનો પ્રથમ ચાર સ્થાન પર કબજો છે. ૨૦૧૯થી દર વર્ષે આ બેન્કોનું સ્થાન કોઈ હલાવી શક્યું નથી.
પોસ્ટ-ઑફિસનાં બચત-કાઉન્ટર્સમાંથી ૨૦૦૭માં બનાવવામાં આવેલી પોસ્ટલ સેવિગ્સ બેન્ક ઑફ ચાઇના પ્રથમ વખત ટોચના દસમાં પ્રવેશી છે. અમેરિકાની જે. પી. મોર્ગન ચેઝ, બેન્ક ઑફ અમેરિકા અને સિટીગ્રુપ જ એવી નોન-ચાઇનીઝ બેન્કો છે જે આ યાદીમાં અનુક્રમે પાંચમા, છઠ્ઠા અને આઠમા સ્થાને છે. આ સિવાય ટોપ ૧૦૦ બેન્કોમાં બાવીસ બેન્કો ચાઇનીઝ છે.
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
