<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

ઝારખંડમાં પીકઅપ વાન અને ટ્રક વચ્ચેની ભયાનક ટક્કરમાં ૭ લોકો કાળનો કોળિયો બન્યા

રામગઢ: ઝારખંડ રાજ્યના રામગઢ જિલ્લામાં એક પીકઅપ વાન અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સાત લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે.

મળતી માહિતી મુજબ, રામગઢ જિલ્લાના માર્ગ પરથી પસાર થઈ રહેલી એક પીકઅપ વાન અને સામેથી આવતા એક તોતિંગ ટ્રક વચ્ચે ભયાનક અને ધડાકાભેર ટક્કર થઈ હતી.

આ અકસ્માત એટલો ભયંકર હતો કે વાનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ ગોઝારી ઘટનામાં વાનમાં સવાર કુલ સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે, જ્યારે અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થઈ છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી. ઘાયલ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવેલ છે.

(9:34 AM IST)