હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કર્ણાટકમાં ૭૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને એઇડ્સ
રાજ્યભરમાં HIV કેમ્પ શરૂ કરવાની જાહેરાત : તમામ કોલેજોમાં HIV ટેસ્ટ કરવામાં આવશે

બેંગલુરુ તા.૨૯: કર્ણાટક રાજ્ય એઇડ્સ નિવારણ સોસાયટી (KSAPS) દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે, જેના કારણે અત્યારે દેશભરમાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. KSAPS દ્વારા આપવામાં આવેલા નિવેદન બાદ કર્ણાટક સરકારે રાજ્યભરમાં ણ્ત્સ્ કેમ્પ શરૂ કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ૭૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ ણ્ત્સ્ પોઝિટિવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યની તમામ કોલેજોમાં ણ્ત્સ્ ટેસ્ટ કરવામાં આવશે અને કાઉન્સલિગ પણ કરવામાં આવશે કેવી જાહેરાત કરવામાં આવી છે.
નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ્સ પ્રમાણે HIV થી પ્રભાવિત લોકોની સંખ્યામાં કર્ણાટક રાજ્ય ભારતમાં ત્રીજા સ્થાને આવે છે. અત્યારે આખા રાજ્યમાં ૨.૬૦ લાખ લોકો HIV પોઝિટિવ હોવાનો ખુલાસો થયો છે. આમાંથી ૨.૦૫ લાખ અત્યારે સારવાર પણ કરાવી રહ્યાં છે. ચોંકાવનારી વાત એ છે કે, આમાંથી ૫૪ લાખ લોકોને હજી ખબર પણ નથી કે તેઓ HIV પોઝિટિવ છે! રાજ્યની સ્વાસ્થ્ય વ્યવસ્થા માટે આ ખરેખર ચિંતાનો વિષય બની ગયો છે. આંકડાની વાત કરવામાં આવે તો, રાજ્યમાં HIVનું સંક્રમણ સૌથી વધારે ૧૮ થી ૩૫ વર્ષની લોકોમાં વધી રહ્યું છે. નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૮ થી ૩૫ વર્ષના ૪૪,૫૦૦થી વધારે લોકો HIV પોઝિટિવ આવ્યાં હતાં. તે પછી ૨૦૨૫-૨૬માં આ સંખ્યા વધીને ૬૬,૬૦૦ સુધી પહોંચી ગઈ હતી. માત્ર બે વર્ષમાં HIV પોઝિટિવ દર્દીની સંખ્યામાં તોતિગ વધારો નોંધાયો હતો.
વર્તમાનના સંક્રમિત આંકડાની વાત કરવામાં આવે તો, ૧૮થી ૨૫ વર્ષની આયુના ૭૦૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અત્યારે HIV પોઝિટિવ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ આંકડાઓ રાજ્યના આરોગ્ય વિભાગની નિદ્રા હરામ કરી નાખી છે. જે ઉંમરે સૌથી વધારે જાગૃતતા હોવી જોઈએ તે જ ઉંમરના લોકો વધારે સંક્રમિત થઈ રહ્યાં છે. જેથી હવે રાજ્યની તમામ કોલેજોમાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ણ્ત્સ્ સ્ક્રીનીંગ, જાગૃતિ અને કાઉન્સેલિગ જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. HIV કેમ્પની સમગ્ર પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની ઓળખ અને રિપોર્ટ્સ ગુપ્ત રાખવામાં આવશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
