તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
૭૧૫૦ ટન સોનું, ૬૦૦ બુર્જ ખલીફા, ૨૫ લાખ આલિશાન બંગલા
એલન મસ્ક પોતાની સંપત્તિમાંથી શું શું ખરીદી શકે ? : મસ્ક એકલાની નેટવર્થ સ્વિટ્ઝરલેન્ડ, તાઈવાન અને સિંગાપુર જેવા અમીર દેશોની કૂલ સંપત્તિથી વધારે છે

ન્યુયોર્ક,તા.૧૮: દુનિયાની એક બહુ મોટી વસ્તી આજે પણ ગરીબીમાં જીવી રહી છે. ત્યાર બાદ એક મોટો વર્ગ આવે છે, જેને આપણે મિડલ ક્લાસ કહીએ છીએ. દરેક દેશમાં અમુક ગણ્યા ગાઠ્યા લોકો જ મિલિયનેયર અથવા બિલિયનેયરની લિસ્ટમાં સામેલ થઈ શકે છે. પણ આ સમગ્ર પ્લેનેટ પર ખાલી ને ખાલી એક એવો માણસ છે, જેણે અમીરીના તમામ રેકોર્ડ તોડી ખુદને ખરબપતિ બનાવી લીધો છે. આ કોઈ અન્ય નહીં પણ પૂર્વ ટ્વિટર અને હાલ એક્સના માલિક એલન મસ્ક છે. મસ્કે કમાણીની બાબતમાં એવો ગજબ કરી નાખ્યો છે, જેની ગણતરી કરવા બેસીએ તો સારા સારા લોકોના મગજ ફરી જાય.
સોશિયલ મીડિયા પર વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ નામના એક વિરિફાઈડ અકાઉન્ટે ટ્વીટ કરી મસ્કને ક્વાડ્રિલિનિયર બનવા માટે હજુ ૯૯૯ ટ્રિલિયન ડોલરની જરુર છે. તેના પર મસ્કે તરત રિપ્લાય કરતા લખ્યું કે, આ એકદમ શક્ય છે. મસ્કે તેના માટે પોતાનું વિઝન સ્પષ્ટ કરતા બસ તેને ચાંદ અને મંગળ ગ્રહ પર પોતાની ફેક્ટરી લગાવવી પડશે. મસ્કના જણાવ્યા અનુસાર, એ ભવિષ્યમાં ડોલર જેવી કાગળવાળી કરન્સી કામમાં નહીં આવે. આ યુગમાં કરન્સીની જગ્યાએ ડાયરેક્ટ માર્સ અને એનર્જી એટલે કે ઊર્જા લઈ લેશે.
હવે સૌથી મોટો અને ચોંકાવનારો સવાલ એ છે કે આખરે ૧ ક્વાડ્રિલિયન ડોલરમાં કેટલા ઝીરો હોય છે. ગણિતના હિસાબથી સમજીએ તો ૧ પછી ૧૫ ઝીરો લગાવીએ ત્યારે એક ક્વાડ્રિલિયન બને છે. તેને સંખ્યામાં ૧,૦૦૦, ૦૦૦,૦૦૦,૦૦૦,૦૦૦ ડોલર લખી શકાય. આ આંકડો એટલો વિશાળ છે કે માણસ મગજમાં તેને એક વારમાં તો પ્રોસેસ પણ ન કરી શકે.
જો કોઈ વ્યક્તિ દરરોજ ૧૦ લાખ ડોલર એટલે કે લગભગ સાડા ૯ કરોડ રુપિયા પાણીની માફક ખર્ચ કરે તો પણ તેને ૧ ક્વાડ્રિલિયન ડોલર ખતમ કરવામાં પૂરા ૨૭૦૦ વર્ષનો સમય લાગી જશે. મસ્કરની હાલની રફતારને જોતા ગ્લોબલ માર્કેટના એક્સપર્ટ્સ પણ માની રહ્યા છે કે તેમના માટે આ દુનિયામાં અને આ બ્રહ્માંડમાં કંઈ પણ અશક્ય નથી.
એલન મસ્કની કૂલ સંપતિ ૧ ટ્રિલિયન ડોલર એટલે કે ભારતીય કરન્સીના હિસાબથી લગભગ ૯૫ લાખ કરોડ રુપિયા થઈ ચુકી છે. આ સંખ્યાને લખવા માટે ૯૫ બાદ ૧૨ ઝીરો લગાવવા પડે. જો મસ્ક પોતાની આ સંપૂર્ણ સંપત્તિનો ઉપયોગ દુનિયાની સૌથી મોંઘી વસ્તુ ખરીદવામાં કરે તો તે શું શું કરી શકે, આ આંકડો તમને ચોંકાવી દેશે.
૭૧૫૦ ટન સોનું મસ્ક આ પૈસાથી એટલું સોનું ખરીદી શકે છે, જે દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના ટોટલ ગોલ્ડ રિઝર્વના એકદમ બરાબર છે.
૨ કરોડ નવી કારોઃ તેઓ એક સાથે દુનિયાની આલિશાન ૨ કરોડ નવી કરોડ ખરીદી શકે છે. ૨૫ લાખ આલિશાન વિલાઃ અમેરિકાના સૌથી મોંઘા વિસ્તારમાં મસ્ક ૨૫ લાખ આલીશાન અને લક્ઝરી ઘર ખરીદી શકે છે.
આખા શહેરની પ્રોપર્ટી મસ્ક અમેરિકાના કોઈ પણ મોટા શહેરની એક એક ઈંચ જમીન અને મકાનને એકલા ખરીદી શકે છે.
૧૦ હજાર ગલ્ફસ્ટ્રીમ પ્રાઈવેટ જેટ દુનિયાના સૌથી મોંઘા અને આલીશાન ગણાવતા ગલ્ફસ્ટ્રીમ પ્રાઈવેટ જેટ મસ્ક એક બે નહીં પણ ૧૦ હજારની સંખ્યામાં ખરીદી શકે છે.
નાસાને ૪૦ વર્ષ સુધી ફંડિગ અમેરિકી સ્પેસ એજન્સી નાસાનું જેટલું વાર્ષિક બજેટ છે, મસ્ક એકલા નાસાને આગામી ૪૦ વર્ષ સુધી કોઈ પણ સરકારી મદદ વિના ચલાવી શકે.
૬૦૦ બુર્જ ખલીફા દુનિયાની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા જેવી ભવ્ય બિલ્ડિંગને મસ્ક ૬૦૦ વાર રોકડા પેમેન્ટ આપીને ખરીદી શકે છે.
કેટલાય દેશોથી વધારે અમીર મસ્ક એકલાની નેટવર્થ સ્વિટ્ઝરલેન્ડ, તાઈવાન અને સિગાપુર જેવા અમીર દેશોની કૂલ સંપત્તિથી વધારે છે. આખી દુનિયામાં ખાલી ૨૦ દેશ જ એવા બચ્યા છે, જેની જીડીપી ૧ ટ્રિલિયન ડોલરથી ઉપર છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
