તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
બ્રેઇન-ફીવરને કારણે ૨૩ મહિના વેન્ટિલેટર પર રહ્યા પછી ૮ વર્ષનો છોકરો સાજો થઈને ઘરે પહોંચ્યો
આ ઘટના મેડિકલ વિશ્વમાં પણ ચમત્કારથી કમ નથી હાથ-પગ પણ હલાવી ન શકે એવી કન્ડિશન અને એમાં વચ્ચે-વચ્ચે વાઈના હુમલા

રોહતક,તા.૭: હરિયાણાના રોહતકમાં ૨૩ મહિના પહેલાં ૬ વર્ષનો દક્ષ નામના છોકરાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. તેને મેનિન્જાઇટિસ થયો હતો. આ સમસ્યામાં હાઈ ગ્રેડ ફીવર આવે છે જે મગજને અસર કરે છે. મગજમાં ચડી ગયેલા તાવને કારણે તે બેભાન થઈ ગયો. હાથ-પગ પણ હલાવી ન શકે એવી કન્ડિશન અને એમાં વચ્ચે-વચ્ચે વાઈના હુમલા. બ્રેઇન-ફીવર તરીકે ઓળખાતી આ સમસ્યામાં ભાગ્યે જ બાળક બચતું હોય છે. દક્ષને પણ વેન્ટિલેટર પર મૂકી દેવો પડ્યો. લગભગ ૧૦૦ ટકા ઑક્સિજન તેને બહારથી જ આપવો પડતો હતો. વેન્ટિલેટર પર મહિનાઓ સુધી રહ્યા પછી પણ તેના પરિવારજનોએ હાર ન માની. લગભગ ૨૦ મહિના પછી તેની હાલતમાં થોડોક સુધાર જોવા મળ્યો. વેન્ટિલેટર હટાવવામાં આવ્યું અને એ પછી દક્ષમાં આヘર્યજનક રિકવરી જોવા મળી. ફિઝિયોથેરપી અને ન્યુટ્રિશનલ સપ્લિમેન્ટ્સ દ્વારા તેને ફરીથી બેસતો અને ચાલતો કરવામાં આવ્યો. બેભાન થઈને જે હોસ્પિટલમાં દક્ષને લાવવામાં આવ્યો હતો ત્યાંથી પૂરા ૨૩ મહિના પછી તે સાજો થઈને ઘરે પાછો ગયો. આ ઘટના મેડિકલ વિશ્વમાં પણ ચમત્કારથી કમ નથી
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
