<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

ગાંધીનગરના રૂપાલ ખાતે વરદાયિની માતા મંદિરે દર્શન-પૂજન કરી ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ કરતા કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ

માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરતા ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહ

ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તથા ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહે ગાંધીનગર જિલ્લાના રૂપાલ સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વરદાયિની માતા મંદિર ખાતે માતાજીનાં દર્શન-પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે  અમિતભાઇ શાહના વરદ હસ્તે ભગવાન શિવની ૮૧ ફૂટ ઊંચી પ્રતિમાના શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.
  ત્યારબાદ સાંજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઇ શાહે ભક્તિ, શક્તિ અને આરાધનાના પર્વ શારદીય નવરાત્રિના છઠ્ઠા નોરતે માણસા ખાતે કુળદેવીશ્રી બહુચરાજી માતાજીના ચરણોમાં સપરિવાર શીશ ઝુકાવી, દર્શન આરતી કરી ગુજરાત તેમજ દેશના સર્વે નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.





 

(9:15 PM IST)