<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

રાજસ્‍થાનમાં ધો.૮ પાસ નકલી ડોક્‍ટર ૧૦૦ બેડની હોસ્‍પિટલ ચલાવતો પકડાયો

નાનજીરામ ચૌધરી પર અનેક ઓપરેશન કરવાનો પણ આરોપ : એક સમયે હોસ્‍પિટલમાં કેસ કાઢવાનું કામ કરતા આરોપીએ થોડાક જ વર્ષોમાં આ જ હોસ્‍પિટલ ખરીદી લીધી

રાજસ્‍થાનમાં મુન્નાભાઈ એમબીબીએસ ફિલ્‍મ જેવી ઘટના સામે આવી છે. ઝાલોરમાં ધો.૮ પાસ  એક વ્‍યકિત પર નકલી ડિગ્રીઓને આધારે ડોક્‍ટર બનવા અને ૧૦૦ બેડની હોસ્‍પિટલ ચલાવવાનો આરોપ છે.

ઝાલોરનાં રાનીવાડામાં ભાસ્‍કર  હોસ્‍પિટલ ચલાવનારા નાનજીરામ ચૌધરીએ ધો.૧૦, ધો.૧૨થી લઈને એમબીબીએસ, ગાયનેકોલોજીમાં ડિપ્‍લોમા સહીતની નકલી માર્કશીટો બનાવી હતી. તેના પર હોસ્‍પિટલમાં અનેક ઓપરેશન કરવાનો પણ આરોપ, છે. બીજી તરફ અન્‍ય એક આરોપી પંકજ યાદવ કઝાકિસ્‍તાનથી  એમબીબીએસ કર્યા પછી ભારતમાં જરૂરી એફએમજીઈ પરીક્ષા છ વખત આપવા છતાં પણ પાસ થઈ શક્‍યો ન હતો. તેથી તેણે નકલી એમબીબીએસ ડિગ્રીની મદદ લીધી હતી. એસઓજીએ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને નકલી ડોક્‍ટરનાં સમગ્ર નેટવર્કની તપાસ શરૂ કરી દીધી છે.

નાનજીરામ ચૌધરી એક સમયે હોસ્‍પિટલનાં ઓપીડી કાઉન્‍ટર પર દર્દીઓનાં કેસ કાઢવાનું કાર્ય કરતો હતો. જો કે થોડાક જ વર્ષોમાં તે આ હોસ્‍પિટલનો માલિક બની ગયો હતો.

(10:03 AM IST)