<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 16th May 2026

8th Pay Commission: સરકારી કર્મચારીઓની લોટરી લાગશે! આઠમા પગાર પંચની ચર્ચાઓ વચ્ચે મોંઘવારી ભથ્થા (DA) ને બેઝિક પગારમાં ભેળવી દેવા કર્મચારી સંગઠનોની બહુ મોટી માંગ

જો ભથ્થું મૂળ પગારમાં મર્જ થશે તો લાખો કર્મચારીઓ અને પેન્શનરોના પગાર, ભથ્થા અને નિવૃત્તિના લાભોમાં થશે બમ્પર વધારો; જાણો શું છે લેટેસ્ટ અપડેટ

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે આગામી સમય ભારે ખુશખબર લઈને આવી શકે છે. સામાન્ય રીતે સરકારી કર્મચારીઓને મોંઘવારી સામે લડવામાં અને આર્થિક ટેકો આપવા માટે નિયમિત ધોરણે મોંઘવારી ભથ્થા (DA) માં વધારાનો લાભ આપવામાં આવે છે. પરંતુ હવે દેશમાં આઠમા પગાર પંચ (8th Pay Commission) ને લઈને ચર્ચાઓ અને ગણગણાટ તેજ થતાં જ વિવિધ કર્મચારી સંગઠનો આનાથી પણ એક મોટી અને ઐતિહાસિક માંગ કરી રહ્યા છે. કર્મચારીઓની પ્રબળ ઈચ્છા છે કે વર્તમાન મોંઘવારી ભથ્થાને સીધંમ જ તેમના મૂળ પગાર (બેઝિક સેલરી) માં જ સામેલ એટલે કે મર્જ કરી દેવામાં આવે.
આ કલ્યાણકારી અને આર્થિક રીતે મહત્વપૂર્ણ માંગ આઠમા પગાર પંચની ચાલી રહેલી પરામર્શ પ્રક્રિયા (કન્સલ્ટેશન પ્રોસેસ) હેઠળ સત્તાવાર રીતે કરવામાં આવી છે. અખિલ ભારતીય એનપીએસ કર્મચારી સંઘ (AINPSEF) સહિતના દેશના અગ્રણી કર્મચારી સંગઠનો દ્વારા આપવામાં આવેલા નવા અપડેટ દરમિયાન આ ખૂબ જ મહત્વની બાબત પ્રકાશમાં આવી છે.
વધતી મોંઘવારી સામે પગાર માળખું સુધારવાની પેરવી
આઠમા પગાર પંચની ચર્ચાઓ પર મળતી આંતરિક માહિતી અનુસાર, યુનિયનોનું સ્પષ્ટપણે માનવું છે કે મોંઘવારી ભથ્થા (DA) નું વર્તમાન ઊંચું સ્તર એ દર્શાવે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં જીવનનિર્વાહના ખર્ચમાં અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવમાં કેટલી ઝડપથી તોતિંગ વધારો થયો છે. આવી સ્થિતિમાં જૂના માળખાને વળગી રહેવાને બદલે હવે તેને સુધારેલા પગાર માળખા (New Salary Structure) નો કાયમી ભાગ બનાવી દેવો જોઈએ.
કેમ આ મુદ્દો કર્મચારીઓ માટે ગેમ-ચેન્જર છે?
મોંઘવારી ભથ્થા (DA) ને જો એકવાર મૂળ પગારમાં સામેલ કરી દેવામાં આવે, તો લાખો કેન્દ્રીય સરકારી કર્મચારીઓના માસિક પગાર, અન્ય મળવાપાત્ર ભથ્થાઓ, હોમ રેન્ટ એલાઉન્સ (HRA), પેન્શન અને નિવૃત્તિના સમયે મળતા તમામ લાભો (રિટાયરમેન્ટ બેનિફિટ્સ) નું ગણિત બદલાઈ જશે અને તેમાં સીધો જ બમ્પર વધારો જોવા મળશે.
આખરે શું છે આ મોંઘવારી ભથ્થું (DA)?
સરળ શબ્દોમાં સમજીએ તો, મોંઘવારી ભથ્થું એ સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને બજારમાં વધતી જતી મોંઘવારીની આકરી અસર ઘટાડવા માટે સરકાર તરફથી ચૂકવવામાં આવતી એક વિશેષ વધારાની રકમ છે. આવશ્યક ચીજવસ્તુઓ અને સેવાઓની કિંમતો બજારમાં સતત વધતી રહે છે, તેથી સરકાર દર વર્ષે સમય-સમય પર મોંઘવારીના આંકડા જોઈને આ ભથ્થામાં સુધારો કરે છે, જેથી કર્મચારીઓ પોતાની ખરીદશક્તિ (Purchasing Power) જાળવી રાખે.
સામાન્ય રીતે આ આંકડાના આધારે વર્ષમાં બે વાર (જાન્યુઆરી અને જુલાઈ) મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે છે. વર્તમાન સમયમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને તેમના મૂળ પગાર ઉપરાંત અલગથી આ મોંઘવારી ભથ્થું (DA) આપવામાં આવે છે, જેને હવે આઠમા પગાર પંચમાં મૂળ પગારની અંદર જ જોડી દેવા માટે દબાણ વધી રહ્યું છે.

(6:26 PM IST)