News of Monday, 27th April 2026
આઠમાં પગાર પંચથી અર્થતંત્રને થશે ફાયદોઃ કાર, બાઇક અને ઘરની માંગમાં થઈ શકે વધારો
આઠમું પગાર પંચ માત્ર સરકારી કર્મચારીઓનો પગાર વધારશે નહીં, પરંતુ દેશમાં વપરાશ અને રોકાણની પેટર્ન બદલી શકે છે પગાર વધવાને કારણે ૧૯૯૭મા બાઇકનો, ૨૦૦૮મા કાર અને ઘર, ૨૦૧૬મા SIP નો દોર હતો

નવી દિલ્હી,તા.૨૭: નવેમ્બર ૨૦૨૫મા બનેલા આઠમાં પગાર પંચને લઈને અનુમાન છે કે તેનું કુલ નાણાકીય ભારણ ૩.૭થી ૩.૯ કરોડ રૂપિયા સુધી હોઈ શકે છે. તે ૨૦૧૬ના સાતમાં પગાર પંચથી આશરે ચાર ગણું મોટું છે, પરંતુ અસલી કહાની માત્ર ખર્ચની નહીં, પરંતુ તે ફેરફારોની છે, જે ભારતીય પરિવારોના ખર્ચ અને બચતના વ્યવહારમાં આવશે.
દરેક પગાર પંચે બદલી વપરાશની દિશાઃ ભારતમાં દરેક પગાર પંચે એક નવા વપરાશની લહેર પેદા કરી છે.
નાણાકીય એક્સપ્રેસ પ્રમાણે પાંચમાં પગાર પંચ બાદ મિડલ ક્લાસની પાસે વધારાના પૈસા આવ્યા. સ્કૂટરથી લોકો સીધા મોટરસાયકલ પર શિફટ થયા. હીરો હોન્ડા, બજાજ ઓટો અને ટીવીએસ જેવી કંપનીઓને આ સમયમાં મોટું પ્રોત્સાહન મળ્યું હતું.
છઠ્ઠા પગાર પંચ દરમિયાન જ્યારે દુનિયા આર્થિક સંકટનો સામનો કરી રહી હતી, ભારતમાં સરકારી કર્મચારીઓએ કાર અને ઘર ખરીદ્યા. મારૂતુ સુઝુકીના વેચાણમાં સરકારી કર્મચારીઓની ભાગીદારી ૪ ટકાથી વધી ૧૭ ટકા સુધી પહોંચી ગઈ. સાથે એચડીએફસી જેવી હાઉસિગ લોન આપનારી સંસ્થાઓનો ઝડપથી વિસ્તાર થયો હતો.
૭માં પગાર પંચે વપરાશથી વધુ બચતની આદતને પ્રોત્સાહન આપ્યું. SIP રોકાણ ૩૧૨૨ કરોડ (૨૦૧૬) થી વધી ૩૧૦૦૦ કરોડ (૨૦૨૬) થઈ ગયું. એટલે કે ભારતીય પરિવારો ગોલ્ડ-પ્રોપર્ટીથી હટી શેરબજાર તરફ વળ્યા.
આ વખતે માત્ર પગાર પંચ જ નહીં, પરંતુ ત્રણ મોટા ફેરફાર એક સાથે થઈ રહ્યું છે. પ્રથમ કેન્દ્રીય કર્મચારીઓનો પગાર વધશે. આશરે ૫૦ લાખ કર્મચારી અને ૬૫-૭૦ લાખ પેન્શનરોને ૩૦-૫૦ ટકા સુધીનો વધારો મળી શકે છે. આ પૈસા મુખ્ય રૂપથી ટિયર-૨ અને ટિયર-૩ શહેરોમાં ખર્ચ થશે.
બીજુ રાજ્ય સરકાર પણ ખર્ચ વધારશે. રાજ્ય સરકારોના લગભગ ૮૦ લાખ કર્મચારીઓને પગાર વધારાનો લાભ મળશે. કુલ મળી આ રકમ ૭-૮ લાખ કરોડ સુધી પહોંચી શકે છે, જે અર્થવ્યવસ્થામાં સીધા પૈસા નાખશે.
ત્રીજું ૧ એપ્રિલ ૨૦૨૬થી લાગૂ થયેલા નવા લેબર કોડે સેલેરી સ્ટ્રક્ચર બદલી દીધું છે. હવે બેઝિકૅડીએ ઓછામાં ઓછા ૫૦% CTC હોવું જરૂરી થઈ ગયું છે. તેનાથી પીએફ અને નિવૃત્તિની બચત વધશે.
૫૦૦૦૦ પગારવાળા કર્મચારીનું પીએફ ૩૬૦૦થી વધી ૬૦૦૦ સુધી થઈ શકે છે અને આ ફેરફાર આશરે ૧૦ કરોડ કર્મચારીઓને પ્રભાવિત કરશે અને લાંબા સમયમાં લાખો કરોડની બચત બનાવશે.
મિડલ ક્લાસની વાત કરીએ તો આ પૈસા કાર, ઘર, યાત્રા, SIP અને રોકાણ, ખાનગી એજ્યુકેશનમાં ખર્ચ કરશે. ઓછી આવકવાળો વર્ગ ભોજન, ગેસ, મોબાઇલ, બાળકોના અભ્યાસ, નાની લોન અને ચ્પ્ત્માં પૈસા ખર્ચ કરશે. આ ઝડપથી ફરતા પૈસા અર્થવ્યવસ્થાને ગતિ આપે છે.
ઓટો સેક્ટરઃ કાર અને ટૂ-વ્હીલની માંગ વધી શકે છે.
હાઉસિંગ અને લોનઃ હોમ લોન અને રિયલ એસ્ટેટમાં તેજી આવશે.
રોકાણઃ મ્યુચ્યુઅલ ફંડ અને લ્ત્ભ્ની વાત કરીએ તો લાંબાગાળાના રોકામમાં તેજી આવવાની સંભાવના છે.
FMGC અને ઉપભોગઃ હિદુસ્તાન યુનીલીવર, ડાબર, વરૂણ વેબરેઝ જેવી કંપનીઓને ફાયદો થઈ શકે છે.
ફાઇનાન્સ અને માઇક્રોફાઇનાન્સઃ બજાજ ફાઈનાન્સ, NBFCs અને નાની બેંકો મજબૂત થશે
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
