<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

ધારાસભ્‍ય ચૈતર વસાવા અને પત્‍ની સહિત ૯ આરોપી ફોરેસ્‍ટના કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત જાહેર

નવેમ્‍બર ૨૦૨૩માં ડેડિયાપાડા વિસ્‍તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ પર હુમલો કરવા, તેમને માર મારવા અને હવામાં ફાયરિંગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો

 

નર્મદા,તા.૨૩: ધારાસભ્‍ય ચૈતર વસાવા અને તેમની પત્‍નીને રાજપીપલા સેસન્‍સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. આપના ચૈતર વસાવાએ ફોરેસ્‍ટના કર્મચારી પર હુમલાના કેસમાં સજા સાંભળવામાં આવી છે. આ કેસમાં સેસન્‍સ કોર્ટે ચૈતર વસાવા, પત્‍ની સહિત ૯ આરોપીને દોષિત જાહેર કર્યા છે.

નોંધનીય છે કે, નવેમ્‍બર ૨૦૨૩માં ડેડિયાપાડા વિસ્‍તારમાં વન વિભાગની જમીન પર ખેતી કરવા મામલે વનકર્મીઓ પર હુમલો કરવા, તેમને માર મારવા અને હવામાં ફાયરિગ કરવાના આરોપમાં તેમની સામે ગુનો નોંધાયો હતો. આ કેસમાં ધરપકડ ટાળવા તેઓ એક મહિના સુધી ફરાર રહ્યા હતા અને ત્‍યારબાદ જાન્‍યુઆરી ૨૦૨૪માં તેમણે પોલીસ સમક્ષ સરેન્‍ડર કર્યું હતુ. આ કેસની સુનાવણી બાદ સેશન્‍સ કોર્ટે ચૈતર વસાવા અને તેમની પત્‍ની સહિત ૯ લોકોને દોષિત જાહેર કર્યા છે.

ઈનચાર્જ સરકારી વકીલ, વંદના ભટ્ટે આ અંગે માહિતી આપતા જણાવ્‍યુ છે કે, વર્ષ ૨૦૨૩માં ડેડિયાપાડા વિસ્‍તારમાં વન વિભાગના કેસમાં ચૌતર વસાવા તેમની પત્‍ની સહિત કુલ નવ આરોપી સામે કોર્ટે જાહેર કરી છે. આ અંગેની હાલ સુનાવણી ચાલી રહી છે. કોર્ટે તમામ આરોપીને સાંભળ્‍યા છે. આ તમામ આરોપીઓને કેટલી સજા કરવામાં આવશે તે અંગે બપોર પછી જાણવા મળશે. આમાં સૌથી વધુ ૧૦ વર્ષ સુધીની કેદની સજાની જોગવાઈ છે.(૪૦.૪૨)

(3:00 PM IST)