<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 1st May 2026

જબલપુરના બરગી ડેમમાં ક્રૂઝ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળ્યા: 6 લોકો હજુ પણ લાપતા

સેના, NDRF અને આગ્રાની ડાઇવિંગ ટીમ હાઇડ્રોલિક મશીનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ : મંત્રી રાકેશ સિંહ અને ધર્મેન્દ્ર લોધી ઘટનાસ્થળે પહોંચ્યા

જબલપુરના બરગી ડેમમાં થયેલ ક્રૂઝ અકસ્માત એક હૃદયદ્રાવક કરુણાંતિકામાં ફેરવાયો છે, જેમાં અત્યાર સુધીમાં 9 મૃતદેહો મળ્યા છે અને 6 લોકો હજુ પણ લાપતા છે. સેના, NDRF અને આગ્રાની ડાઇવિંગ ટીમ હાઇડ્રોલિક મશીનો દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. મંત્રી રાકેશ સિંહ અને ધર્મેન્દ્ર લોધી ઘટનાસ્થળે હાજર છે

  બચાવ કામગીરી દરમિયાન એક હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું હતું, જ્યાં પાણીની ઊંડાઈમાં એક માતાએ પોતાના માસૂમ બાળકને છાતી સરસો એટલી મજબૂતીથી ચાંપી રાખ્યો હતો કે મૃત્યુ પણ તેમને અલગ ન કરી શક્યું. શૂન્ય વિઝિબિલિટી અને લોખંડના મલબા વચ્ચે આ મા-દીકરાના મૃતદેહ બહાર કાઢતી વખતે કઠણ હૃદયના ગોતાખોરોની આંખો પણ ભીની થઈ ગઈ હતી.  

(9:22 PM IST)