News of Saturday, 28th November 2026
કેદારનાથની ૯ કલાકની યાત્રા રોપવેમાં ૩૬ મિનિટમાં થશે
કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સૌથી દુર્ગમ તીર્થયાત્રાને એકદમ સરળ બનાવી દેશે : વયોવૃદ્ધ યાત્રાળુઓને રાહત, આ રોપવે ૧૧,૫૦૦ ફૂટની ઊંચાઇ પર દુનિયાના સૌથી લાંબા, ઊંચા રોપવેમાંનો એક બનશે

નવી દિલ્હીઃ તા.૨૮: ઉત્તરાખંડની ચારધામ યાત્રામાં કેદારનાથ સૌથી મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળ છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે પ્રધાન નિતિન ગડકરીએ રૂ. ૫૦૦૦ કરોડના ખર્ચે તૈયાર થનારા કેદારનાથ રોપવે પ્રોજેક્ટની માહિતી આપી હતી. પીપીપીના બીઓટી મોડલ પર આ રોપવે બનાવવામાં આવશે અને તેને કારણે સરકારને દર વર્ષે ૮૦૦ કરોડની આવક થશે. ઊત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ રોપવે પ્રોજેક્ટ સૌથી દુર્ગમ તીર્થયાત્રાને એકદમ સરળ બનાવી દેશે. કેદારનાથ
રોપવે લગભગ ૧૧૫૦૦ ફૂટની ઊંચાઈ પર દુનિયાના સૌથી લાંબા અને ઊંચા રોપવેમાંનો એક બની જશે. ૧૩ કિલોમીટર લાંબો આ રોપવે સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીની હવાઈ કનેક્ટિવિટી આપશે. રોપવેની દરેકે દરેક ટ્રોલી કેબિનમાં લગભગ ૩૫ યાત્રાળુઓને સમાવવાની ક્ષમતા હશે. હાલમાં સોનુપ્રયાગ અથવા ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની ૧૬ કિલોમીટર સુધીની યાત્રા પુર્ણ કરવામાં શ્રદ્ધાળુઓને આઠથી નવ કલાક લાગે છે પણ રોપવે તૈયાર થતાં આ અંતર ફક્ત ૩૪ મીનિટમાં કપાઈ જશે.(૪૧.૫)
કેદારનાથ રોપવે પ્રોજેક્ટની ખાસિયતો
૧૩ કિલોમીટર લાંબો આ રોપવે સોનપ્રયાગથી કેદારનાથ ધામ સુધીની હવાઇ કનેક્ટિવિટી આપશે. ૂ ગૌરીકુંડથી કેદારનાથ ધામ સુધીની ૧૬ કિલોમીટર યાત્રા સરળ અને આનંદદાયક બનશે.ૂ રોપવેમાં દર કલાકે ૧૮૦૦ યાત્રાળુઓ કેદારનાથ ધામ પહોંચી શકશે. રોજ ૧૮૦૦૦ યાત્રાળુઓ રોપવેનો ફાયદો ઉઠાવી શકશે. સરકારને દર વર્ષે ૮૦૦ કરોડ રૂપિયાની આવક થશે.
(10:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
