<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

કેદારનાથની યાત્રા હવે રોપવેમા થઈ શકશે : કેન્દ્ર સરકારના નેશનલ રોપવેઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ - પર્વતમાલા પરિયોજના હેઠળ પ્રોજેક્ટને મંજૂરી : ૯ કલાકની યાત્રા અડધી કલાકમાં થઈ શકશે

રોપવેની ક્ષમતા દરેક દિશામાં પ્રતિ કલાક 1800 યાત્રાળુઓની રહેશે જેથી દરરોજ લગભગ 18,000 અને દર વર્ષે લગભગ 32 લાખ યાત્રાળુઓ તેનો લાભ લઈ શકશે :બાંધકામ 6 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા : વૃદ્ધો, બીમાર અને દિવ્યાંગ યાત્રાળુઓને ફાયદો

નવી દિલ્હી તા.૨૫ :  કેદારનાથની યાત્રા હવે ઇતિહાસ બની જશે, 8-9 કલાકની કઠિન ચઢાઈ હવે માત્ર 36 મિનિટમાં પૂર્ણ થશે, સોનપ્રયાગથી કેદારનાથ સુધી વિશ્વનો સૌથી ઊંચો રોપવે બનાવવા માટે ₹4,081 કરોડનો પ્રોજેક્ટ તૈયાર થઈ ગયો છે, કેન્દ્ર સરકારના નેશનલ રોપવેઝ ડેવલપમેન્ટ પ્રોગ્રામ - પર્વતમાલા પરિયોજના હેઠળ આ પ્રોજેક્ટ બનશે, કેન્દ્રીય કેબિનેટે 5 માર્ચ 2025ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી આપી હતી, ત્યારબાદ સપ્ટેમ્બર 2025માં નેશનલ હાઈવેઝ લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ લિમિટેડ તરફથી અદાણી એન્ટરપ્રાઈઝીસ લિમિટેડને લેટર ઓફ એવોર્ડ આપવામાં આવ્યો હતો, આ 12.9 કિમી લાંબો રોપવે સોનપ્રયાગથી કેદારનાથને જોડશે, હાલ યાત્રાળુઓને ગૌરીકુંડથી કેદારનાથ સુધી લગભગ 16 કિમીનું અંતર પગપાળા, ઘોડા-ખચ્ચર કે હેલિકોપ્ટરથી કાપવું પડે છે, જેમાં 8-9 કલાક લાગે છે, નવો રોપવે આ અંતરને માત્ર 36 મિનિટમાં કાપશે, આ રોપવેમાં અત્યાધુનિક ટ્રાઈ-કેબલ ડિટેચેબલ ગોંડોલા (3S) ટેકનોલોજીનો ઉપયોગ થશે, જે ઊંચાઈવાળા અને કઠિન પહાડી વિસ્તારમાં પણ સ્થિરતા અને સલામતી આપશે, રોપવેની ક્ષમતા દરેક દિશામાં પ્રતિ કલાક 1800 યાત્રાળુઓની રહેશે, એટલે કે દરરોજ લગભગ 18,000 અને દર વર્ષે લગભગ 32 લાખ યાત્રાળુઓ તેનો લાભ લઈ શકશે, કેદારનાથમાં દર વર્ષે લગભગ 19-20 લાખ યાત્રાળુઓ આવે છે, આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશિપ (PPP) મોડેલ હેઠળ બનશે, અદાણી એન્ટરપ્રાઈઝીસ આખો ખર્ચ ઉઠાવશે, બાંધકામ 6 વર્ષમાં પૂર્ણ થવાની ધારણા છે, ત્યારબાદ કંપની 29 વર્ષ સુધી તેનું સંચાલન કરશે, આ રોપવેથી વૃદ્ધો, બીમાર અને દિવ્યાંગ યાત્રાળુઓને સૌથી વધુ ફાયદો થશે, પ્રતિકૂળ હવામાનમાં પણ યાત્રા સુરક્ષિત બનશે અને ઉત્તરાખંડમાં પર્યટન અને રોજગારને પણ વેગ મળશે.

(4:13 PM IST)