<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 28th November 2026

પાંચ વર્ષમાં ૯.૨૫ લાખ ભારતીયોએ મેળવી વિદેશની નાગરિકતાઃ કેનેડા સૌથી આગળ

વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન કેનેડાએ ૨.૬૧ લાખ ભારતીયોને નાગરિકતા આપીઃ મેક્‍સિકો અને સીરિયા કરતાં ભારતીયોની સંખ્‍યા ઘણી વધારે

નવી દિલ્‍હી, તા.૨૮: આર્થિક સહકાર અને વિકાસ સંગઠન (ઓઇસીડી)ના ઇન્‍ટરનેશનલ માઇગ્રેશન આઉટલુક ૨૦૨૬ના અહેવાલમાં ભારતીયોની વિદેશી નાગરિકતા અંગે નોંધપાત્ર વિગતો સામે આવી છે. વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ દરમિયાન ૯ લાખ ૨૫ હજાર ભારતીયોએ આ સંગઠનના સભ્‍ય દેશોની નાગરિકતા મેળવી છે.

સૌથી વધુ ૨ લાખ ૬૧ હજાર ભારતીયોએ કેનેડાની નાગરિકતા મેળવી હતી. અગાઉના પાંચ વર્ષના સમયગાળાની સરખામણીએ આ સંખ્‍યામાં ૧૫૦ ટકાનો વધારો નોંધાયો છે.

બીજી તરફ સીરિયા અને મેક્‍સિકોના ૫.૯૦-૫.૯૦ લાખ નાગરિકોએ સભ્‍ય દેશોની નાગરિકતા મેળવી હતી. વર્ષ ૨૦૨૫માં તમામ દેશોના કુલ ૩૦ લાખ લોકોએ ઓઇસીડીના સભ્‍ય દેશોની નાગરિકતા મેળવી હતી.

ભારતમાં બેવડી નાગરિકતાની જોગવાઈ નથી. સ્‍વેચ્‍છાએ વિદેશી નાગરિકતા મેળવનાર ભારતીયની મૂળ ભારતીય નાગરિકતા સમાપ્ત થાય છે. જોકે યોગ્‍યતા ધરાવતા ભારતીય મૂળના લોકો ઓસીઆઇ કાર્ડ મેળવી શકે છે.

(11:05 AM IST)