<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

પાકિસ્‍તાનમાં બેદરકારીના કારણે ૯૪ બાળકો HIV : ૬ માસૂમોએ જીવ ગુમાવ્‍યો

કરાચીમાંથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે તબીબી બેદરકારીનો એક અત્‍યંત ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો

કરાચી તા.૨૩: પાકિસ્‍તાનના સૌથી મોટા શહેર કરાચીમાંથી સ્‍વાસ્‍થ્‍ય ક્ષેત્રે તબીબી બેદરકારીનો એક અત્‍યંત ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે. શહેરના એક સરકારી હોસ્‍પિટલમાં આરોગ્‍ય સુરક્ષાના નિયમોના લીલેરીયા ઉડતા ૯૪ જેટલા નિર્દોષ બાળકો HIV (એચઆઈવી) વાયરસથી સંક્રમિત થયા છે. અત્‍યાર સુધીમાં આ જીવલેણ વાયરસના કારણે ૬ બાળકો પોતાના જીવ ગુમાવી ચૂક્‍યા હોવાનું પણ મીડિયા રિપોર્ટ્‍સ દ્વારા જાણવા મળ્‍યું છે.

વિગતે વાત કરવામાં આવે તો, સિધ પ્રાંતના સ્‍વાસ્‍થ્‍ય સચિવ તાહિર હુસૈન સાંગીના જણાવ્‍યા પ્રમાણે પહેલો કેસ નવેમ્‍બર ૨૦૨૫માં કરાચી સ્‍થિત કુલસૂમ બાઈ વાલિકા હોસ્‍પિટલ (Kulsoom Bai Valika Hospital) માં નોંધાયો હતો. આ હોસ્‍પિટલનું સંચાલન સિંધ એમ્‍પ્‍લોઇઝ સોશિયલ સિક્‍યુરિટી ઇન્‍સ્‍ટિટ્‍યૂશન (SESSI) દ્વારા કરવામાં આવે છે.  આરોગ્‍ય મંત્રાલયની સૂચના બાદ કરવામાં આવેલી આંતરિક તપાસના રેકોર્ડ્‍સ દર્શાવે છે કે નવેમ્‍બર ૨૦૨૫થી શરૂ થયેલા આ પ્રકોપમાં ચેપના કેસો સતત વધી રહ્યા છે. ચાલુ મહિને જ બાળકોમાં ણ્‍ત્‍સ્‍ના નવા ૧૬ કેસની પુષ્ટિ થઈ છે, જેના કારણે સંક્રમિત બાળકોનો કુલ આંકડો વધીને ૯૪ પર પહોંચી ગયો છે. 

હોસ્‍પિટલમાં વાયરસ ફેલાવાની ઘટના સામે આવ્‍યા બાદ સિધ સ્‍વાસ્‍થ્‍ય વિભાગે હોસ્‍પિટલના આસપાસના વિસ્‍તારોમાં સામૂહિક સ્‍ક્રીનિગ અને ટેસ્‍ટિંગ માટે વિશેષ ટીમો તૈનાત કરી હતી. હોસ્‍પિટલ નજીકના રહેણાંક વિસ્‍તારમાંથી આશરે ૧૦,૦૦૦ લોકોના સેમ્‍પલ લેવામાં આવ્‍યા હતા.  આ સ્‍ક્રીનિગ દરમિયાન બાળકો અને વયસ્‍કો સહિત કુલ ૧૨૦ લોકો ણ્‍ત્‍સ્‍ સંક્રમિત મળી આવ્‍યા હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે. પાક સરકારે જાહેરાત કરી છે કે તમામ સંક્રમિત દર્દીઓની સારવારનો સંપૂર્ણ ખર્ચ રાજ્‍ય સરકાર ઉઠાવશે. આ ઉપરાંત, અસરગ્રસ્‍ત બાળકોને આજીવન સારવાર અને તબીબી સહાય પૂરી પાડવા માટે નિષ્‍ણાત તબીબોની એક ખાસ સમિતિની પણ રચના કરવામાં આવી છે. 

આ વર્ષે એપ્રિલ મહિનામાં પણ પાકિસ્‍તાનમાંથી આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી, જ્‍યાં એક જ સિરિજનો ઉપયોગ મલ્‍ટિ-ડોઝ વાયલ્‍સ અને અલગ-અલગ દર્દીઓ પર કરવાને કારણે ૩૩૧થી વધુ બાળકો ણ્‍ત્‍સ્‍ પોઝિટિવ બન્‍યા હતા. હોસ્‍પિટલ સ્‍ટાફ દ્વારા ગ્‍લોવ્‍ઝ વગર અને વપરાયેલી સિરિજથી ઈન્‍જેક્‍શન આપવાની તસવીરો પણ વાયરલ થઈ હતી.  તે પછી ફરી પાછી આવી જ બેદરકારી પ્રકાશમાં આવી છે

(10:17 AM IST)