તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 4th November 2026
૯૬ વર્ષના વોરેન બફેટે ૪૮ વર્ષથી પાણી પીધું જ નથી, પણ કોકા કોલા રોજ પીએ છે
તેમની જિંદગીની એક અચરજ પમાડે એવી આદતનો ખુલાસો થયો

ન્યુયોર્ક,તા.૦૪: દુનિયાના સૌથી અમીર ઇન્વેસ્ટર અને બર્કશર હેથવેના ભૂતપૂર્વ CEO વોરેન બફેટ પાસેથી અનેક લોકો ઇન્વેસ્ટમેન્ટના પાઠ શીખ્યા હશે. જોકે તાજેતરમાં તેમની જિદગીની એક અચરજ પમાડે એવી આદતનો ખુલાસો થયો છે. હેજ ફન્ડ મેનેજર બિલ ઍકમેને ગયા અઠવાડિયે એક પોડકાસ્ટ દરમ્યાન વોરેન બફેટનું આ રહસ્ય ખોલ્યું છે. તેમણે કહ્યું હતું, ‘મેં એક વાર તેમને ડિનર પર ઇન્વાઇટ કર્યા હતા. તેમને મેં સાદું પાણી અને સ્પાર્કલિગ વોટર ઑફર કર્યું તો તેમણે મને કહેલું બિલ, મેં ૪૮ વર્ષથી પાણી પીધું જ નથી.'
કહેવાય છે કે વોરેન બફેટ ૧૯૮૦ના દાયકા પહેલાં પેપ્સી પીતા હતા એને કારણે તેમનો દીકરો તેમને ‘પેપ્સી વોરેન' કહીને બોલાવતો હતો, જોકે ૧૯૮૫માં કોલા કંપનીમાં કામ કરતા એક પાડોશીએ ચેરી કોકનું સેમ્પલ મોકલ્યું હતું. એ તેમને એટલું ભાવ્યું કે તેમણે ૧૯૮૬માં ચેરી કોકને બર્કશર હેથવે કંપનીની મીટિગોનું સત્તાવાર પીણું ઘોષિત કરી દીધું હતું. એ પછી ૧૯૮૮થી તેમણે કોકા કોલા કંપનીમાં પણ મોટી માત્રામાં રોકાણ કર્યું હતું.
(10:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
