<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

૧૦ વર્ષની બાળકીએ ૧૮ મહિનાના નવજાતને ઈમારત પરથી ફેંક્‍યો

પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ૧૦ વર્ષની બાળકીએ આવું કૃત્‍ય શા માટે કર્યું

મુંબઈ તા.૧૬: મુંબઈના ગોરેગાંવ (પૂર્વ)માં એક દુઃખદ ઘટના બની છે. અહીં એક ૧૦ વર્ષની બાળકીએ ૧૮ મહિનાના નવજાત નાના બાળકને ઈમારત પરથી નીચે ફેંકી દીધો હોવાના અહેવાલ છે. આ ઘટનામાં બાળકનું ઘટનાસ્‍થળે જ મૃત્‍યુ થયું હતું. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્‍તારમાં હોબાળો મચી ગઈ છે. પરિસ્‍થિતિની ગંભીરતાને ધ્‍યાનમાં રાખીને પોલીસે તપાસ શરૂ કરી છે.

પોલીસે નજીકના CCTV કેમેરાના ફૂટેજ તપાસ્‍યા ત્‍યારે આ ઘટનાની જાણ થઈ. ફૂટેજમાં ૧૦ વર્ષની બાળકી બાળકને ઉઠાવીને ઈમારત પરથી નીચે ફેંકતી જોવા મળે છે. આ ફૂટેજના આધારે પોલીસે ઘટનાની પુષ્ટિ કરી છે અને હાલમાં કેસના અન્‍ય પાસાઓની તપાસ કરી રહી છે.

પોલીસે આ ઘટનાના સંદર્ભમાં અકસ્‍માતે મૃત્‍યુનો અહેવાલ નોંધ્‍યો છે. દિડોશી પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે ૧૦ વર્ષની બાળકીએ આવું કૃત્‍ય શા માટે કર્યું, અને ઘટના સમયે આસપાસ અન્‍ય કોણ હાજર હતું તેની પણ ઓળખ કરવામાં આવી રહી છે

(10:08 AM IST)