<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

કેન્‍સરની સારવાર માટે ભારત આવી રહેલી ૧૩ વર્ષની બાળકીનું ફલાઇટમાં મોત

ઇથિયોપિયન એરલાઇન્‍સના વિમાનમાં ટ્રાન્‍ઝિટ દરમ્‍યાન બાળકીએ દમ તોડ્‍યો

હૈદરાબાદ તા.૨૯: હૈદરાબાદમાં કેન્‍સરની સારવાર કરાવવા માટે ભારત આવી રહેલી ઇથિયોપિયાની ૧૩ વર્ષની એક માસૂમ બાળકીનું ચાલુ ફલાઇટમાં જ કરુણ મોત નીપજ્‍યું છે. પોલીસના જણાવ્‍યા અનુસાર આ બાળકી છેલ્‍લાં ત્રણ વર્ષથી કેન્‍સર સામે જંગ લડી રહી હતી. શનિવારે રાત્રે આશરે ૧ વાગ્‍યે ઇથિયોપિયન એરલાઇન્‍સનું વિમાન રાજીવ ગાંધી ઇન્‍ટરનેશનલ એરપોર્ટ પર લેન્‍ડ થયું એ પહેલાં જ અધવચ્‍ચે ટ્રાન્‍ઝિટ દરમ્‍યાન તેણે અંતિમ શ્વાસ લીધા હતા. પ્‍લેન લેન્‍ડ થતાં જ તેને તાત્‍કાલિક એરપોર્ટની મેડિકલ ફેસિલિટીમાં ખસેડાઈ હતી, જ્‍યાં ડોક્‍ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

આવી જ અન્‍ય એક તબીબી કટોકટીની ઘટનામાં અબુ ધાબીથી બેન્‍ગલોર આવી રહેલી ફલાઇટમાં ટેક-ઓફ પહેલાં કેરલમના ૫૧ વર્ષના પ્રવાસી યુસુફ કુન્‍હામ્‍મુનું મોત નીપજ્‍યું હતું. વિમાન ઊપડે એ પહેલાં જ તેમને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ થઈ હતી. કેબિન ક્રૂએ તાત્‍કાલિક પેરામેડિક્‍સની મદદ બોલાવી તેમને હોસ્‍પિટલ ખસેડ્‍યા હતા, પરંતુ હોસ્‍પિટલ પહોંચતાં જ ડોક્‍ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

(9:51 AM IST)